Back

દેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામના નિશાળ ફળીયામાં ૧ બોર-મોટર, ૧ મીની યોજના અને ૨ હેન્ડપંપ દ્વારા મળી રહેલી પીવાના પાણીની સુવિધા

દેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામના નિશાળ ફળીયામાં ૧ બોર-મોટર, ૧ મીની યોજના અને ૨ હેન્ડપંપ દ્વારા મળી રહેલી પીવાના પાણીની સુવિધા


રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામના નિશાળ ફળીયામાં હાલમાં ૧ બોર-મોટર, ૧ મીની યોજના અને ૨ હેન્ડપંપ દ્વારા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે. ડુમખલ ગામના નિશાળ ફળિયાની ૧૩૦ જેટલા માણસોની વસ્તી માટે સદર સ્ત્રોતોમાંથી પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે છે અને ત્યાં હાલમાં પીવાના પાણીની કોઇ સમસ્યા નથી. ગામની આંતરિક વિતરણ વ્યવસ્થામાં જે લીકેજીસ છે, તે ગ્રામ પંચાયતે સ્વખર્ચે રિપેર કરવાની રહેતી હોઇ, તે મુજબની કાર્યવાહી કરવા ગામના સરપંચને યોગ્ય સમજ આપી હોવાનું પણ કાર્યપાલક ઇજનેરશ્રી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, રાજપીપલા તરફથી જણાવાયું છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..