Back

વૃદ્ધનું માનવ કંકાલ સમની ગામેથી ઝાડીમાંથી મળતાં ચકચાર.

સમની ગામેથી ગુમ થયેલા દેરોલ ગામના વૃદ્ધનું માનવ કંકાલ સમની ગામેથી ઝાડીમાંથી મળતાં ચકચાર.

કાવી ગામે સંબંધીના મરણ પ્રસંગે ગયા બાદ સમની ગામેથી ગુમ થયા હતાં.

અહેવાલ... અકબર બૅલીમ,આમોદ.....

        આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના દેરોલ ગામના વતની અને નવીનગરીમાં રહેતા નૂરશાહ બાજીસા દિવાન ઉ. વ ૮૦.તેઓ જંબુસર તાલુકાના કાવી ગામે તેમના કોઈક સંબંધીનું અવસાન થતાં તેમની દફનવિધિમાં જવાનું કહી પહેલી મે ના રોજ સવારના નવ વાગ્યે ઘરેથી નીકળ્યા હતા.

      ત્યારબાદ બપોરના આશરે અઢી વાગ્યાના સમયે જંબુસર થી તેમના ઘરનાં વ્યક્તિ ઉપર કોઈકનો ફોન આવ્યો હતો કે તમારા પિતાને  ચક્કર આવતા તેઓ પડી ગયા છે તેમને લીંબુ સરબત પીવડાવતા તેમની તબિયત હાલ સારી છે જેમને એસ.ટી.બસ માં બેસાડી ઘર તરફ રવાના કરેલ છે તેમ જણાવ્યુ હતુ.ત્યારબાદ આશરે સાંજના સમયે જેઓ દેરોલ સમજી સમની ગામે ઉતરી પડ્યા હતા. જેથી આમોદ પોલીસ મથકે તેમના પુત્ર યુનુસ નૂરશાહ દીવાને સમની ગામેથી તેમના પિતા ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. 

         આમોદ તાલુકાના સમની ગામે રહેતા જીગર ભરત પટેલ ટ્રેક્ટર લઈ સમનીથી કંપનીના જુના ખંડેર ક્વાટર્સ લાલ બંગલા પાસે આવેલા  ખેતરમાં જતા હતા ત્યાં કાચા રસ્તાની તરફ બાવળની ઝાડીમાં એક માનવ ખોપરી તથા માનવ શરીરનું કંકાલ કપડાં જોતાં તેમણે ટ્રેક્ટર ઉભું રાખી નીચે ઉતરી જોતા રસ્તાની બાજુમાં લીલા તથા કાળા કલરની મુસ્લિમ ટોપી કોફી કલરના રબરના બુટ તેમજ એક લાલ કલરનો હાથ રૂમાલ જોવા મળ્યો હતો.તેમણે આમોદ પોલીસને જાણ કરી હતી આમોદ પોલીસે વૃદ્ધના મળેલા કંકાલને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



આમોદ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..