Back

ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની તંગી તેમજ ફરિયાદો નિવારવા આ નંબર ઉપર સંપર્ક કરીશકો છો...

ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની તંગી તેમજ ફરિયાદો નિવારવા આ નંબર ઉપર સંપર્ક કરીશકો છો...


રાજપીપળા : જુનેદ ખત્રી

ગત વર્ષે ઓછો વરસાદ થતો રાજ્યના જુદા જુદા પાણીના સ્રોતો તથા ડેમોમાં પાણીનો જથ્થો ઓછો સંગ્રહ થયેલ છે જેથી કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉપસ્થિત થવાની શક્યતાઓ ઉભી થયેલ છે જે નિવારવા પાણીનો બચાવ કરવો તેમજ બગાડ ન કરવો ખૂબજ જરૂરી થઈ ગયેલ છે.


ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા હાલ નર્મદા જિલ્લામાં ૪ જુથ પાણી પુરવઠા યોજનાઓ મારફતે યોજનામાં સામેલ ગામોના સ્ટોરેજ એટલેકે ભુગર્ભ ટાંકા સુધી જરૂરી શુધ્ધિકરણ કરીને લાંબી પાઇપલાઈનો મારફતે પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. આ પાઈપલાઈનો ઉપર સ્લુઝ/એર વાલ્વ બેસાડવામાં આવે છે જેથી પાણીનું પરિવહન નિર્વિધ્ને કરી શકાય. કેટલાક શરારતી તત્વો દ્વારા સ્લુઝ/એર વાલ્વ સાથે ચેડા કરી પોતાના રહેણાક/ જરૂરીયાતના સ્થળે પાણી મેળવવામાં આવે છે. આવા કૃત્યોથી પાણીનો બગાડ થાય છે, પાણી દૂષિત થવાની શક્યતાઓ વધી જાય છે અને યોજનાને છેવાડે આવેલ ગામો સુધી પાણી પહોંચતુ નથી.

પાઈપલાઈન/સ્લુઝ વાલ્વ/ એરવાલ્વ સાથે ચેડા કરવા (સરકારી મિલકતને નુકસાન કરવા) અને પીવાના પાણીને પ્રદૂષિત કરવા (જાહે સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા) બન્ને અપરાધિંક બાબતો હોઈ જાહેર જનતાને આવા કૃત્યોથી દૂર રહેવા વિનંતી છે. જો કોઈ ઈસમ આવી પ્રવત્તિ કરતા જણાશે તો તેની સામે આઈ.પી.સી.ની જે તે યોગ્ય કલમોમાં પોલીસ ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરવામાં આવશે.

ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની તંગી તેમજ ફરિયાદો નિવારવા “૧૯૧૬” નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..