Back

અંધશ્રદ્ધાને લીધે યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે

ચોટીલાના ગુંદા ગામે રહેતા ૨૮ વર્ષીય યુવાન જીવરાજ બચુભાઇ રાઠોડ એ ૧૩ મે એ સાંજે ગૃહકલેશમાં વાડીના શેઢે નદીના પટમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ યુવાનની સ્થિતિ ગંભીર હતી પણ બચી શકે તેમ હતો પરંતુ અંધશ્રદ્ધાના માર્યા પરિવારજનોએ તેને હોસ્પિટલ લઇ જવાના બદલે નજીકના મંદિરે લઇ ગયા હતા. તેને એકાદ કલાક રખાયો હતો અને ત્યાં હાજર વ્યકિતએ આને ખૂબ પાણી પીવડાવો, ઉલ્ટીઓ થશે એટલે સારું થઇ જશે તેણે થોડી ઉલ્ટીઓ પણ કરી હતી. ગઇકાલે મંગળવારે પણ જીવરાજે પોતે સ્વસ્થ હોય તેવું જ વર્તન કરતાં તેને સારું થયાનું પરિવારને લાગ્યું હતું. આજે વહેલી સવારે જીવરાજની તબિયત ફરી લથડી હતી અને પરિવારજનો તેને તુરંત રાજકોટ સિવિલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. આમ, અંધશ્રદ્ધાને લીધે રાજકોટના યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

ચોટીલા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..