Back

સામાજિક સમરસતા અને ભાઈચારો જાળવવા અપીલ કરતાં વિનોદ ચાવડા

ગુજરાતમાં છેલ્લા પાંચ સાત દિવસમાં અનુસુચિત સમાજના લોકોના માંગલીક પ્રસંગો, તહેવારોમાં વિઘ્ન સંતોષીઓ ના દ્વારા બાધાઓ ઉત્પન્ન કરી તેમને અપમાનિત કરી, સામાજિક બહિષ્કાર કરી તેમનો જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને પ્રાથમિક સુવિધાઓ અવરોધમાં આવે છે. તે દુખદ અને અકલ્પનીય ઘટનાઓ વખોડતા કચ્છ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યુ હતું કે ભાઈચારો અને સમરસતા દાખવતાં ગુજરાત રાજયના લોકોએ ભારતભરમાં ઉદાહરણરૂપ છે. ત્યારે ગુજરાત રાજયના ગૌરવ ને કલંકિત કરતાં અસમાજિક તત્વો, રાજકીય નિવેદન બાજી અને ભડકાઉ ભાષણો કરતા નેતાઓને સબકરૂપ સજા મળે તેવી સરકારશ્રી ને અપીલ કરી હતી. કડી ના લ્હોર માં તથા અરવલીના મોડાસા વિભાગમાં ખાભિસર ગામે લગ્ન પ્રસંગે આયોજિત વરઘોડામાં સાબર કાંઠાના પ્રાતિજ વિભાગમાં સીતવાડામાં મંદિર દર્શન, બોરીયામાં પ્રસંગોમાં અવરોધ, પથ્થર મારા જેવી ધૃણિત ઘટનાઓ બની અને જેને વિઘ્ન સંતોષીઓ દ્વારા રાજકીય સ્વરૂપ આપી સમાજો સાથે વગ્ર વિગ્રહ ઊભો કરવામાં આવેલ છે. તે વખોડવા પાત્ર છે.

       ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી સરકારશ્રી તરફ થી સમરસતા દાખવવા અપીલ અને પીડિત લોકોને તાત્કાલિક સહાય આપવામાં આવી તેને ઉચિત ગણાવતા સરકારશ્રીએ ત્વરિત આવા અસામાજિક તત્વોને ઝેર કરી કડક સજા આપવાનો અનુરોધ કરતા સાંસદશ્રીએ જણાવ્યુ હતું કે, સરકારશ્રીને ટેલિફોનિક લેખિત પત્ર લખી કડક પગલાં લેવા મે અપીલ કરેલ છે. સાથે સાથે આવી અઘટિત ઘટનાઓ ફરી બને તેવી દરેક સમાજો સમરસતા દાખવી જાગૃત થવા, ભાઈચારો જળવાઈ રહે, અનુસુચિત જાતિ પીડિત સમાજની સાથે ફરી અપમાન જનક ભાષા પ્રયોગ હુમલાઓની ઘટનાઓ ઘટે તે માટે વિનંતી કરી હતી. સરકારશ્રી પાસે અનુસુચિત જાતિ ને વિશ્વાસ અને અભયતા પ્રદાન થાય તેવા પગલા માટે અનુરોધ કર્યો હતો.

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..