Back

હાલોલ:-અરાદ ગામ પાસે ટ્રેકટર ચાલકે સાઇકલ સવારને અડફેટે લેતા મોત

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી





હાલોલ તાલુકાના અરાદ ગામ નજીક ચોકડી પાસે ૫૫ વર્ષીય  સાઇકલ સવારને ટ્રેક્ટરે જોરદાર ટક્કર મારતાં સાઇકલ સવારનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.


     પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના અરાદ ગામ પાસે આવેલ વડવાડા માતાજીની મુવાડી ગામ ખાતે રહેતા ડાભઈભાઈ ભારતભાઇ બારીયા ઉ.વર્ષ.૫૫ બુધવારના રોજ  અરાદ રોડ પર રહી પોતાના ઘર તરફ સાઇકલ પર જઇ રહ્યા હતા તે દરમ્યાન અરાદ ચોકડી નજીક પાછળથી પુર ઝડપે આવતા એક ટ્રેક્ટરના ચાલકે પોતાના ટ્રેક્ટરને ગફલતભરી રીતે હાંકી લાવી સાઇકલ ને જોરદાર ટક્કર મારતાં ડાભઈભાઈ સાઇકલ સમેત રોડ પર પછડાઈ જવા પામ્યા હતા જે જોઈ આસપાસ થી લોકો દોડી આવ્યા હતા જેમાં રોડ પર લોહીલુહાણ હાલતમાં પડેલા ડાભઈભાઈ માથાના ભાગે ગંભીર ઇજાઓ જણાતા તેઓને સારવાર અર્થે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લવાયા હતા જોકે માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમ્યાન જ તેઓનું મોત થવા પામ્યું હતું 

   બનાવ અંગે પાવાગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી