Back

કાલોલ મા મામલતદાર કચેરી મા વિવિધ કામો માટે અલગ અલગ ત્રણ મોટી મોટી લાઈનો લાગી.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા





કાલોલ મામલતદાર કચેરી ખાતે એટીવીટી ની બારી પર રેશનકાર્ડ સંબંધી સુધારા વધારા અંગે ની એક મોટી લાઈન લાગી ગઈ હતી અને તેની બાજુમાં જ જુદી જુદી રકમો ના સ્ટેમ મેળવવા માટે લોકો ઉમટી પડ્યા અને તેની લાઈન લાગી હતી ત્યારે નજીક મા આધાર કાર્ડ ની એક લાઈન લાગતા જ મામલતદાર કચેરી મા મેળા જેવુ વાતાવરણ સર્જાયું હતું વિવિધ પ્રકારના દાખલા પેન્શન યોજના, આવક ના દાખલા, જાતિ ના દાખલા તથા આરટીઈ હેઠળ પ્રવેશ માટે ના દાખલા, ઈબીસી ના દાખલા માટે નાની ઉંમર ના વિધાર્થીઓ પણ લાઈન મા જોવા મળેલ.