Back

શ્રી મોટી હવેલી જેતપુરમાં છઠ્ઠી પ્રસ્તાવની ભવ્ય ઉજવણી

શ્રી મોટી હવેલી જેતપુરમાં છઠ્ઠી પ્રસ્તાવની ભવ્ય ઉજવણી 


આખાયે જેતપુર પ્રાંતની વૈષ્ણવ શ્રુષ્ટિમાં જાણે ભરપૂર આનંદનો માહોલ છવાયો હોય,ખુશીઓની લહેરો ઊડતી હોય  તેમ શ્રી મોટી હવેલી જેતપુરમાં પૂજ્ય જેજેશ્રીપ્રિયાંકરાયજીને ત્યાં પુત્ર પ્રાગટ્યનાં છઠ્ઠી પૂજન પ્રસ્તાવની ઉજવણી કરવામાં આવી હતી.પ્રાગટ્ય દિનથી છઠ્ઠી પ્રસ્તાવ સુધી જુદા જુદા અનેક મનોરથો,ઉત્સવો અને પ્રસાદના આયોજનો થતા રહ્યા અને છઠ્ઠીને દિવસે લગભગ 2000થી ઉપર વૈષ્ણવોએ આખા દિવસ દરમિયાન અનેક દર્શન અને  છઠ્ઠી પૂજન પ્રસ્તાવની અલૌકિક વિધિને નિહાળી.આ શુભ પ્રસંગે જામનગરથી પૂજ્ય ગોસ્વામી શ્રી હરિરાયજી મહારાજશ્રી,શ્રી વલ્લભરાયજી મહોદયશ્રી, નડિયાદથી 

શ્રી વ્રજરત્નલાલજી મહારાજશ્રી તેમજ શ્રી ગોકુલરાયજી મહોદયશ્રી,કાશી વારાણસીથી શ્રી શ્યામલાલજી મહારાજશ્રી,જોધપુરથી શ્રી મુકુટરાયજી મહોદયશ્રી, જૂનાગઢથી શ્રી શરદરાયજી મહોદયશ્રી,શ્રી ઉત્સવરાયજી મહોદયશ્રી,રાજકોટથી શ્રી પુરુષોત્તમરાયજી મહોદયશ્રી,પોરબંદરથી શ્રી વસંતરાયજી મહોદયશ્રી તેમજ શ્રી અક્ષયરાયજી મહોદયશ્રી ઉપરાંત દરેકના લાલન,બેટીજી અને જનાના સરકારશ્રીઓ,લાલાજી અને સાથે અનેક વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.પૂજ્ય શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ આખા પ્રસ્તાવનું આયોજન થયું હતું.પૂજ્ય શ્રી પ્રિયાંકરાયજી મહોદયશ્રી  દ્વારા આ પૂજનની વિધિઓ ઉપાધ્યાયજી અને બ્રામ્હણોના મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. 

આ ખુશીના પ્રસંગે ઉત્સવ સમિતિ પ્રમુખ રાજુભાઈ પટેલ,કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના માતુશ્રી ચેતનાબેન રાદડિયા,ઉદ્યોગપતિ પ્રવીણભાઈ પટેલ,અશોકભાઈ રાદડિયા,હવેલી પ્રમુખ બિપીનભાઈ ઝવેરી ઉપરાંત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જેતપુર શહેરમાં શ્રીવલ્લભકુળ પરિવારોમાં પુત્ર(લાલન)નું પ્રાગટ્ય સર્વપ્રથમ થયું છે એટલે સમગ્ર વૈષ્ણવ પરિવારોમાં અનોખી આનંદની લહેરખીઓ અને હેતના વધામણાં થયા હતા.આ સમગ્ર આયોજનમાં શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળના તમામ સભ્યોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી આ પ્રમાણે સંસ્થાનાં સેક્રેટરી-મનીષ ધૃવની યાદી જણાવે છે.


રીપોર્ટ ફારૂક મોદન જેતપુર

મો...નં...9909347446