Back

વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી થી સજ્જ ગીર હાઇટેક મોનીટરીંગ સેન્ટર ને ખુલ્લું મુકતા મુખ્યમંત્રી

સાસણ ગીર ખાતે વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી થી સજ્જ ગીર હાઇટેક મોનીટરીંગ સેન્ટર ને ખુલ્લું મુકતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી    

જૂનાગઢ :  આજે જૂનાગઢ જિલ્લાના સાસણગીર ખાતે અત્યાર સુધીની સૌથી ઉચ્ચ અને વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી સાથેનું ગીર હાઇટેક મોનીટરીંગ સેન્ટરનું લોકાર્પણ  મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું હતું.

ગુજરાતની શાન એવા સિંહોના સંરક્ષણ અને ગીરના

 સવર્ધન સરક્ષણ માટે ઊંચામાં ઊંચી હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પર્યાવરણ અન્ય પ્રાણીની જાળવણી ની દિશામાં રાજ્ય સરકારે નવા સીમા ચિન્હ સ્થાપિત કર્યા છે.

 સાસણમાં આ એક   એવું સેન્ટર છે કે જ્યાંથી ગીર અને આસપાસના જંગલ વિસ્તારમાં નિરીક્ષણ હેઠળ મૂકેલા તમામ સિંહોનું એક જ સ્થળેથી મોનિટરિંગ થશે તેની તમામ એક્ટિવિટી અને વર્તનનો અભ્યાસ કરી શકાશે અને આખી થીમ સિંહના સુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરશે.

  ગીરમાં સિંહ દર્શન માટે દરરોજ અંદાજે ૧૫૦ જેટલી જિપ્સી ટ્રેક પર જાય છે.

આ તમામ જીપ્સીને જીપીએસ સિસ્ટમથી સજ્જ કરી તેનું મોનિટરિંગ આ સેન્ટર ખાતેથી થશે.

એક પણ જીપ્સી નિયત રૂટ સિવાય જશે તો તુરત જ તેનું મોનિટરિંગ થશે અને પ્રવાસીઓની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લઈ શકાશે.

 રાજ્ય સરકારે ગીરમાં સિંહ સંવર્ધન માટે ડિજિટલ વાયરલેસ સિસ્ટમ ને મંજૂરી આપી છે અને આજે ડિજિટલ વાયરલેસ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આખી સિસ્ટમ એ રીતે ગોઠવવામાં આવી છે કે કવરેજ બહાર કોઇ કર્મચારી હોય અને કવરેજ માં આવશે કે તુરત જ એમને કામગીરીનો દિશાનિર્દેશ પણ સ્થળ પર જ મળી જશે.

વન વિભાગમાં ૧૦૦૦ જેટલા ટેબ્લેટ પણ કર્મચારીઓને આપવાનું આયોજન હાથ પર લેવામાં આવ્યું છે .

આજે પ્રતીકાત્મક રીતે કર્મચારીઓને ટેબ્લેટ નું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

ગીરના  ચેકિંગ નાકા પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે અને તેનું કનેક્શન હાઇટેક મોનીટરીંગ સેન્ટરમાં કોડલેસ સિસ્ટમથી આપવામાં આવ્યું છે.

જેને લીધે ગીરમાં પ્પ્રવેશતા લોકો અને કોઈ અનઅધિકૃત પ્રવૃત્તિ પર તુરત જ નિયંત્રણ મૂકી શકાશે અને આ દિશામાં નક્કર કામગીરી કરવામાં આવશે.

રિપોર્ટર : ભરત બોરીચા

Mo. 92768 17218