Back

નર્મદા : વીજળી પડવાથી બે ના મોત બેને ગંભીર ઇજા

નર્મદા : વીજળી પડવાથી બે ના મોત બેને ગંભીર ઇજા


રાજપીપળા : જુનેદ ખત્રી

છેલ્લા ઘણા દિવસો થી ગરમી નો પારો ઊંચો હોઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ગત રોજ મેઘરાજા એ ગુજરાત માં પધરામણી કરી હતી ત્યારે કંઈક અંશે વાતાવરણ માં ગરમી માં ઘટાડો જોવા મળ્યો હતો

સાથેજ નર્મદા જિલ્લા માં દેડયાપાડા અને સાગબારા માં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો જેમાં બે લોકો ના મોત થયાં હતાં અને બે ને ગંભીર ઇજાઓ થવા પામી હતી

પ્રાપ્ત માહિતી મુજબ ડેડીયાપડા તાલુકાના પાંચઉમર ગામના મૂંગીબેન મંછી ભાઈ વસાવા ઉમર ૫૦ વર્ષ અને નવાગામ (દેડી) ના રહેવાસી ૧૧ વર્ષીય રાઘવભાઈ દિનેશભાઇ નું વીજળી પડવાથી મૃત્યુ થયું હતું અને ગંગાપુર કણબીપીઠા ગામના સુગીબેન કોટેસિંગભાઈ અને કોટેસિંગભાઈ ખોજલયા ભાઈ આ બન્ને વીજળી પડવાથી ગંભીર રીતે દાઝી ગયા હતા જેમને સારવાર અર્થે દેડયાપાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ખસેડવામાં આવ્યા હતા અને કોટેસિંગ ભાઈ ની હાલત વધુ ગંભીર જણાતા તેઓને રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં રીફર કરાયા હતા

આમ પ્રથમ વરસાદે નર્મદા જિલ્લા માં વીજળી પડવાથી બે ના મૃત્યુ થતા અને બે ને ઇજા થતાં લોકો માં ઘેર શોક ની લાગણી પ્રસરી હતી

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..