Back

શહેરા તાલુકાના વાટાવછોડા ગામના તળાવમાં માછલીઓ ના મોતથી ચકચાર

શહેરા.


પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વાટાવછોડા ગામે આવેલા તળાવમાં એકાએક માછલીઓના મોતના પગલે ચકચાર મચી જવા પામી હતી.માછલીઓના મોટી સંખ્યામાં મોતના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.પ્રાથમિક તબ્બકે આ માછલીઓના મોત પાછલા દિવસોથી પડી રહેલી ભીષણ ગરમી તેમજ પાણીની અછતને કારણે થયૂ હોવાનુ જાણવા મળી રહ્યૂ છે. હાલ આ માછલીઓના મોતના કારણે 

આસપાસના રહેણાક વિસ્તારમાં તીવ્ર દૂર્ગધને કારણે રહીશો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. તેમ છતા તંત્ર  દ્વારા માછલીઓના મોત કયા કારણથી થયા તે અંગે કોઇ તપાસ સુધ્ધા ન કરવામા આવી હોવાનુ ગ્રામજનો જણાવી રહ્યા છે.આટલી મોટી સંખ્યામાં માછલીઓના મોતના પગલે ગ્રામજનો  પણ અચરજમાં મુકાઈ

ગયા હતા.જોકે કલાકોના સમયબાદ તંત્ર દ્વારા મોતને ભેટેલી માછલી હટાવા સુધ્ધાની તસ્દી લેવામા ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટર જીગ્નેશ શાહ શહેરા

9429055231

શેહેરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..