Back

વાયુ વાવાઝોડુ ગુજરાત તરફ આવી રહ્યું છે, વેરાવળથી 420 કિલોમીટર જ દૂર

ગુજરાત તરફ વાયુ નામના વાવાઝોડાનું સંકટ વધ્યુ છે. કારણે કે વાયુ વાવાઝોડું વધુ મજબૂત એટલેકે વેરી સિવિયર સાયક્લો બન્યુ છે. તે હાલ વેરાવળથી 420 કિમોમીટરના અંતરે છે. આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડુ આવતીકાલે વહેલી સવારે વેરાવળના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. જ્યારે વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટકશે. ત્યારે તેની ઝડપી 140 થી 150 કિલોમીટરની ઝડપ હશે.

વાયુ વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ ખતરનાક બની રહ્યું છે. ૧૬૦ થી ૧૬૫ની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે. વાયુ વાવાઝોડુ રાત્રે આઠ વાગ્યાની આસપાસ ગુજરાતના દક્ષિણ દરિયા કિનારે પહોંચવાની સંભાવના છે. ત્યારે દરિયામાં દોઢથી બે મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. ગુજરાતના જામનગર, વલસાડ, અમરેલીના દરિયા કિનારા પર એલર્ટ અપાયું છે.