Back

વૉટ્સએપે બલ્કમાં મેસેજ મોકલનારા લોકો માટે મોટો નિર્ણય લીધો

ઇન્સટન્ટ મેસેજિંગ સર્વિસ આપનારી કંપની વૉટ્સએપે બલ્કમાં મેસેજ મોકલનારા લોકો માટે મોટો નિર્ણય લીધો છે. વૉટ્સએપ એકાઉન્ટ બંધ કરી દેશે જે બલ્કમાં દરરોજ મેસેજ મોકલે છે. તેના વિરુદ્ધ સખત કાયદાકીય પગલાં પણ લઇ શકે છે.

જેની શરૂઆત ડિસેમ્બર ૨૦૧૯થી થશે. કંપનીએ પોતાના બ્લોગમાં જણાવ્યું કે વૉટ્સએપ પર ૯૦ ટકા મેસેજ પર્સનલ હોય છે પરંતુ પાછલાં કેટલાંક વર્ષોથી બલ્ક મેસેજનો ટ્રેન્ડ વધી રહ્યો છે. બલ્ક મેસેજ સૌથી વધુ તમામ રાજકીય પાર્ટીઓ અને ડિજિટલ માર્કેટિંગ કરનારાઓ તરફથી મોકલવામાં આવી રહ્યાં છે. તેની આડમાં દરરોજ તમામ પ્રકારના ફેક ન્યૂઝ પણ શેર થઇ રહ્યાં છે. તેવામાં વૉટ્સએપનું પગલું બલ્ક મેસેજ અને ફેક ન્યૂઝ પર લગામ લગાવવાના કામમાં આવશે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..