Back

વાયુ વાવાઝોડાં સામે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ

વાયુ વાવાઝોડાં સામે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ

ગુજરાત માં વાયુ વાવાઝોડું હવે ગણતરી ની કલાકોમાં ગુજરાતમાં પ્રવેશી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાને પણ આ વાવાઝોડું આવતા તેની અસર જિલ્લા પર થવાની હોય આ સદર્ભે મોરબી આરોગ્ય વિભાગ દ્વારા અગત્ય ની મિટિંગો પૂર્ણ કરી વાયુ વાવાઝોડાં થી પ્રજાના આરોગ્ય ને હાનિ ન પહોંચે તે માટે સજ્જ થઈ ગયું છે.

મોરબી આરોગ્ય વિભાગના ૩૦ પી.એચ.સી. સેન્ટર ૬ સી.એસ.સી. સેન્ટર ૩૦ ડોક્ટર અને ૩૦૦ સ્ટાફ સાથે સજ્જ થઈ ગયું છે. તેમજ તાલુકા અને જિલ્લા ની રેપીડ રિસ્પોન્સ ટિમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય લેવલે પ્રાથમિક સુવિધા જરૂરી મુજબની દવાઓ પહોંચાડી આપવામાં આવેલ છે. તેમજ વાહનો સાથે તમામ ટિમ સજ્જ કરી દેવામાં આવી છે.

 

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..