Back

વાયુ વાવાઝોડાં સામે મોરબી સિવિલ હોસ્પિટલ લડવા તૈયાર....

ગુજરાત માં વાયુ વાવાઝોડું હવે ગણતરી ની કલાકોમાં ગુજરાતમાં પ્રવેશી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાને પણ આ વાવાઝોડું આવતા તેની અસર જિલ્લા પર થવાની હોય આ સદર્ભે મોરબી ની મધ્યમાં આવેલ મોરબી સરકારી હોસ્પિટલ વાયુ વાવાઝોડાંથી પીડિત દર્દીઓની સારવાર કરવા માટે સજ્જ થઈ ગઈ છે. મોરબી સરકારી હોસ્પિટલ ના સુપ્રિટેન્ડન્ટ ડોકટર પ્રદીપ દૂધરેચિયા ના જણાવ્યા અનુસાર અમારે ત્યાથી રેપીડ રિસ્પોન્સ ટિમ ખડે પગે છે. તેમજ ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેના નંબર ૦૨૮૨૨ ૨૩૦૨૦૩ છે. વાવાઝોડાં ના સદર્ભે જો પાવર કટ થાય તો જનરેટર ની સુવિધા ઉપલબ્ધ કરી રાખવામા આવેલ છે. ૪ એમ્બ્યુલન્સ વાહન તેમજ  રોગચારો અટકાવવા માટેની તમામ દવાઓનો પૂરતો સ્ટ્રોક ઈમરજન્સી માટે પૂરતી ઑક્સીજન સુવિધા સાથે ૧૨૫ જેટલો સિવિલ હોસ્પિટલ નો સંપૂર્ણ સ્ટાફ જેમાં ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, તેમજ અન્ય સ્ટાફ નો સમાવેશ થાય છે. 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..