Back

શ્રીમતી જે. એ. પટેલ મહિલા કોલેજના NSS ની વિદ્યાર્થીનીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

આજ રોજ શ્રીસ્વામિનારાયણ સંસ્કાર ઈમેજીગ સેન્ટર મોરબી અને શ્રીમતી જે. એ. પટેલ મહિલા કોલેજના NSS યુનિટની વિદ્યાર્થીનીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલા કોલેજની આટૅસ, કોમસૅ અને હોમસાયન્સ કોલેજની આશરે ૪૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. તેમાથી ૧૫ વિદ્યાર્થીનીઓએ  બ્લ્ડ ડોનેટ પણ કરેલ હતું. મોરબી માર્કેટીંગ યાર્ડમાં મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાના એક અવસર સાથે આ પ્રવૃતિ કરવામા આવી હતી.

આ કાયૅક્રમમાં NSS યુનિટની વિદ્યાર્થીનીઓએ અને ઈમેજીગ સેન્ટરના સ્ટાફ સદસ્યોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી. NSS યુનિટના પ્રો. ઓ. પ્રો. વનિતાબેન કગથરાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(દેવ સનાળિયા ૭૨૬૫ ૯૯૯ ૭૭૭)

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..