Back

મહિકા માધ્યમિક સ્કૂલ માટે ફાળવવામાં આવેલ પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કરતા ફરિયાદ

મહિકા ગ્રામ પંચાયત દ્વારા બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ તેમજ માધ્યમિક શાળા માટે ફાળવેલ પ્લોટમાં ગેરકાયદેસર રીતે જો હુકમી પૂર્વક મકાનનું બાંધકામ ચાલુ કરતા વાંકાનેર પ્રાંત અધિકારી ને ફરિયાદ.


વાંકાનેર:-મહિકા ગ્રામ પંચાયત ની સામાન્ય સભામાં ઠરાવ કરી ગામના વિકાસ તેમજ ગામમાં શિક્ષણ માટેની સારી સુવિધા મળી રહે તે માટે અવિરત પણે વિકાસ કર્યો કરતા ગામના સરપંચ તથા સભ્યોએ સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી શાળાનું જૂનું બિલ્ડીંગ જર્જરિત અવસ્થામાં હોઈ નવા બિલ્ડીંગ માટે જગ્યા ફાળવવામાં આવેલી હતી જ્યાં  મહિકા ગામના સંજયભાઈ હરજીભાઈ મીણીયા તથા જગદીશભાઈ (હોલમઢવારા)રહે મહિકા બને દ્વારા જોહુકમી પૂર્વક દબાણ કરવામાં આવ્યું હોય મહિકા ગ્રામ પંચાયત ના સભ્ય ધર્મેન્દ્ર ભાઈ નથુભાઈ ચાવડા દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી.

તેમજ ધર્મેન્દ્રભાઈ ચાવડાના જણાવ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસમાં પણ ફરિયાદ કરી દબાણ દૂર કરવામાં આવશે .

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..