Back

એફવાય બીએ તથા એફ વાય બી એસ સી ના એડમિશનથી વંચિત પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે અમૂલ્ય તક


શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન મોરવાહડપ કોલેજ ખાતે એફ.વાય.બી.એ તથા એફ.વાય.બી એસ.સીમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ  એ દિન ત્રણ માં પ્રવેશ મેળવી લેવાનો રહેશે

 મળતી માહિતી મુજબ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના ચાન્સેલર અને મોરવાહડપ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજના આચાર્યશ્રી ડૉ કે.બી.છાયા દ્વારા મળેલ માહિતી મુજબ જે વિદ્યાર્થીઓ એફ.વાય.બી.એ અને એફ.વાય. બી.એસ.સી  માં પ્રવેશ ન મળેલ હોય તેવા વિદ્યાર્થીઓએ પંચમહાલ જિલ્લાના મોરવાહડપ સરકારી કોલેજ મા પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને દિવસ ત્રણ માં પ્રવેશ મેળવી લેવાની માહિતી મળેલ છે કેટલાક વિદ્યાર્થીઓ એડમિશન મેળવવા માટે જાતિના દાખલા ઓબીસી ના દાખલા મેળવવા માટે લાંબી પ્રક્રિયાને કારણે એડમિશનથી વંચિત રહી ગયેલ છે તેવા વિદ્યાર્થીઓના હિતને ધ્યાન માં રાખી સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર કે બી.છાયા દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આસપાસના વિદ્યાર્થીઓના પ્રવેશથી વંચિત છે તેવા વિદ્યાર્થીઓએ પોતાના ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે ત્રણ દિવસ સુધી માં તાત્કાલિક પ્રવેશ મેળવી લેવાનો રહેશે

રિપોર્ટર જીગ્નેશ શાહ શહેરા

શેહેરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..