Back

ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની હાથ ધરાઈ કામગીરી

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ

રિપોર્ટ - ગૌતમ બુચીયા

ભુજ વિસ્તાર વીકાસ ઓથોરેટી એટલે કે ભાડા દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની હાથ ધરાઈ કામગીરી

ભુજ વિસ્તાર વિકાસ ઓથોરિટી એટલે કે ભાડા દ્વારા અનશન પર બેઠેલા બે આરટીઆઇ એક્ટિવિસ્ટો દતેશ ભાવસાર અને ઇશ્વરગીરી ગોસ્વામી તંત્રથી કંટાળી આખરે ઇચ્છ મૃત્યુની અરજી કરી હતી અને તેને પગલે તંત્ર દ્વારા આ કામગીરી તા.૧૧મી જુલાઈ થી અનઅધિકૃત બાંધકામ તોડી પાડવાની કામગીરી હાથધરવામાં આવશે તેવી લેખિત બાંહેધરી અપાઈ હતી જેને પગલે આજે ભુજમાં ગેરકાયદેસર મંજૂરીથી વધુ બાંધકામ કરવા સબબ તેવા બાંધકામ તોડવા નું શરૂ કરવામાં આવ્યુ છે શરૂઆત શહેરની અંદર આવેલ પોસ્ટ ઓફિસની બાજુમાં લંઘા શેરી માં થયેલ એક બાંધકામ તોડવામાં આવ્યું હતું તે સમયે પોલીસ રક્ષણ સાથે ભાડા ના અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા ઘણા સમયથી આર.ટી.આઇ એક્ટિવિસ્ટ દતેશ ભાવસાર તથા અનેક લોકો વ્યક્તિગત રીતે પણ ગેરકાયદેસર નિર્માણ થયેલ બાંધકામ  તોળી પાડવા પાડવા માટે રજૂઆત કરી રહ્યા છે આજે ભાડાના અધિકારીઓએ તમામ કાયદાકીય પ્રોસિજર પૂરી કરી અને પોલિસ પ્રોટેક્શન સાથે હથોડો  ઉગામ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આ ઝુંબેશ તમામ ગેરકાયદેસર બાંધકામ અથવા ગેરકાયદે દબાણ ઉપર થયેલ બાંધકામ માટે ચાલુ રહેશે કે કેમ જેવા પ્રશ્નો પુછાઈ રહ્યા છે.

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..