Back

હાલોલનગરના તળાવમા આત્મહત્યા માટે ઝંપલાવનાર યુવકને બચાવી લેવાયો

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી






હાલોલ નગરના મધ્યમાં આવેલ  તળાવ મા કૂદી એક યુવક દ્વારા અગમ્ય કારણોસર આત્મહત્યા કરવા નો પ્રયાસ કરવા મા આવ્યો હતો જોકે હાલોલ ફાયર ફાઈટરની ટીમની સમય ચૂકતા અને તરવય્યાન જવાનની કાબેલિયતના કારણે યુવકને હેમખેમ તળાવમાંથી બહાર કાઢતા યુવકનો  આબાદ બચાવ થયો હતો.

      હાલોલ નગરના પાવાગઢ રોડ ખાતે નગરની  મધ્યમાં આવેલ તળાવમાં ગુરૂવારે સવારના 11 વાગ્યાના સુમારે  એક યુવકે ચાલુ વાહન પર થી કૂદી તળાવ ની પાર પર ચડી તળાવ મા ભૂસ્કો મારી આત્મહત્યા કરવા નો પ્રયાસ કર્યો હતો યુવાન અગમ્ય કારણોસર તળાવમાં કૂદતાં આસપાસ થી લોકો દોડી આવ્યા હતા અને નજીક માં રહેતા રહીશ દ્વારા હાલોલ ફાયર ફાઈટરની ટીમ ને જાણ કરતા ફાયર ફાઈટર ની ટીમ થોડીક જ મિનિટોમાં ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર ફાઈટર ની ટીમ ના તરવય્યા જવાન  સાધુ ભાઈએ  ક્ષણનો પણ વિલંબ કર્યા વિના  તળાવમાં કુદી ડૂબતા  યુવકને પકડી લઈ ભારે જહેમત ઉઠાવી  હેમખેમ બહાર કાઢ્યો હતો અને યુવકે ડૂબતી વખતે તળાવનું પાણી પી લેતા તાત્કાલિક યુવકના પેટને દબાવી પાણી બહાર કાઢતા યુવકનો જીવ બચી જવા પામ્યો હાલોલ ફાયર ફાઈટરની ટીમની સમય ચૂકતાને કારણે એક યુવકનો જીવ બચી જવા પામતા એકત્ર થયેલા લોક ટોળાએ તાળીઓના ગડગડાટથી ફાયર ટીમના જવાનોની પ્રસનશિય કામગીરીને બિરદાવી હતી જો ફાયર ટીમ ને પહોંચવામાં થોડીક પણ વાર લાગી હોત તો યુવાન તળાવના પાણીમાં પોતાનો જીવ ગુમાવી ચુકયો હોત યુવાન હાલોલ નગરના અરાદ રોડ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું જોકે ક્યાં કારણોસર યુવાને તળાવમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો તે જાણવા મળ્યું ન હતું.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..