Back

જંબુસર તાલુકાના ની સાવૅજનિક હાઇસ્કુલ કાવીના નિષ્ઠાવાન શિક્ષક શ્રી એસ.આર.પટેલ નો વિદાય સમારંભ

આજરોજ તા.૧૧-૦૭-૨૦૧૯ ને ગુરૂવારનાં રોજ સાર્વજનિક હાઈસ્કૂલ-કાવીનાં સંનિષ્ઠ,પ્રામાણિક,નિષ્ઠાવાન, સુગ્રથિત, વ્યવસ્થિત, નમૂનેદાર સંચાલન કરનાર અને શાળામાં તેમના વિષયનું તેમજ સામાન્ય જ્ઞાનનું ભાથુ પીરસનાર માધ્યમિક વિભાગનાં શિક્ષક શ્રી.સંજય આર.પટેલને માધ્યમિક શાળા-દીવા તા.અંકલેશ્વર મુકામે આચાર્ય તરીકે નિમણૂક પામેલ છે.તે અંતર્ગત તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની કુ.જાદવ રઈશાબાનુંએ કર્યું હતુ. શાળાનાં આચાર્ય શ્રી.હારૂન વહોરા સાહેબે પ્રાસંગિક પ્રતિભાવો આપ્યા હતા.ઉપરાંત શાળાનાં સુપરવાઇઝર શ્રી.અનવરહુસૈન સૈયદ સાહેબ તથા શાળાનાં શિક્ષક શ્રી.દિનેશ સંગાથ સાહેબે સંજય સાહેબે કાવી હાઈસ્કૂલમાં  બજાવેલી ફરજો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

      અંતમાં શાળાનાં આચાર્ય શ્રી. હારૂન વહોરા સાહેબે દુઆઓ સભર અને ભાવભીની વિદાય આપી હતી...  

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..