Back

કાલોલમાં ગેરકાયદેસર લાકડાં ભરેલું ટ્રેક્ટર પલટી ખાતા ઊંધું પડ્યું. ચાલક નો બચાવ થતાં છૂ ! !

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા






કાલોલ માં ગેરકાયદેસર રીતે કાપેલા લાકડાં લઈ ને જતુ એક ટ્રેક્ટર  અંતરિયાળ ગામ માં થી કાપેલા લાકડાં લઈ ગોમાં નદીમાં થી પસાર થતા દરમિયાન એકાએક પલટી થઈ જતા ઉંધુ પડી ગયેલ જેમાં ટ્રેક્ટર ચાલક નો આબાદ બચાવ  થતાં છૂમંતર થઈ ગયો હતો આ દરમ્યાન ટ્રેક્ટર માલિક આવી પહોંચ્યો હતો અને મામલો સાંભળવાની કોશિશ કરી હતી ઉલ્લેખનીય છે કે ટ્રેક્ટર અને ટ્રોલી ઉપર કોઈ નંબર પ્લેટ જોવા મળી નહોતી. દરરોજ હજ્જારો ઘન ફૂટ લાકડાં ની કોઈ પરવાનગી વગર જ કાપણી કરી લાકડાં ના પીઠા માં પગ કરી જાય છે ત્યારે ફોરેસ્ટ ખાતું અને સ્થાનિક મામલતદાર કચેરી દ્વારા તાકીદે નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી  માંગ ઉઠી છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..