Back

રાજપીપળા પાલિકા પ્રકરણ : ભાજપ-કોંગ્રેસ ગઠબંધન મુદ્દે ભાજપ શહેર પ્રમુખે આપી ભાજપના પાલિકા સભ્યોને નોટિસ : કોકડું ગૂંચવાયું..

રાજપીપળા પાલિકા પ્રકરણ : ભાજપ-કોંગ્રેસ ગઠબંધન મુદ્દે ભાજપ શહેર પ્રમુખે આપી ભાજપના પાલિકા સભ્યોને નોટિસ : કોકડું ગૂંચવાયું..


રાજપીપળા: જુનેદ ખત્રી

હાલ ઘણા સમય થી રાજપીપળા નગરપાલિકા ચર્ચા માં છે સ્વચ્છતા મુદ્દે હોય કે પછી વહીવટ અંગે ની સમસ્યા પરંતુ હાલ પાલિકા માં સત્તા નું રાજકારણ ગરમાયુ છે

રાજપીપળા પાલિકા ભાજપના પૂર્વ 4 સભ્યોને પક્ષ વિરોધી કાર્ય કર્યું હોવાનું કારણ આગળ ધરી શહેર ભાજપે બરતરફ કર્યા હતા.એ બાદ એ 4 સભ્યોએ નર્મદા જિલ્લા ભાજપ સંગઠન વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને કરતા ખળભળાટ મચી ગયો હતો.તો બીજી બાજુ રાજપીપળા પાલિકા કારોબારીમાં કોંગ્રેસના 2 સભ્યોને સમાવવા મુદ્દે ભાજપ જવાબદારો સામે પગલાં લે એવી રજુઆત પણ એ 4 સભ્યોએ પ્રદેશ પ્રમુખને લેખિતમાં કરી હતી,તો આ મુદ્દે ભાજપના જ સભ્યોમાં નારાજગી વ્યાપી છે.

આજે રાજપીપળા શહેર ભાજપ પ્રમુખે ફરી એક વાર પોતાના પાવર નો ઉપયોગ કરી પાલિકા ના ભાજપ ના સભ્યો ને નોટિસ ફટકારતા મામલો ગરમાયો છે

આ નોટિસે જાણે રાજપીપળા પાલિકા માં કોંગ્રેસ ભાજપ વચ્ચે સત્તાની ઇલુ ઇલુ ઉપર બ્રેક લગાવી હોય તેમ લોક ચર્ચા ચાલી રહી છે◆ રાજપીપળા શહેર ભાજપ પ્રમુખે ક્યા મુદ્દે આપી નોટિસ....

રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડે પાલિકા કારોબારીમાં કોંગ્રેસના સભ્યોને સમાવવા મુદે રાજપીપળા પાલિકા પ્રમુખ જીગીશા ભટ્ટ,રાજપીપળા પાલિકા તત્કાલીન પ્રમુખ અલકેશસિંહ ગોહિલ સહિત 12 ભાજપ સભ્યોને નોટિસ આપતા ખળભળાટ મચી ગયો છે.નોટિસમાં જણાવાયું છે કે ભાજપના 12 સભ્યોએ વિપક્ષના 2 સભ્યોને કારોબારીમાં સમાવેશ કરવા ઠરાવ કર્યો હોય એવું જાણવા મળ્યું છે.ભાજપના સભ્યોએ નગરપાલિકામાં આવું કરવું પડે તેવી કોઈ જરૂર નથી.જેથી જો આદેશ ની અવગણના કરી જો કોઈ આવું કૃત્ય કરશે તો એને ભાજપની અવગણના ગણી એ સભ્ય વિરુદ્ધ કડક નિર્ણય લેવો પડશે તેવી ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

◆ શહેર પ્રમુખ ના આદેશ નું પાલન થાય છે કે કેમ...???

રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ દ્વારા પાલિકા ભાજપ ના સભ્યો ને નોટીસ ફટકાર્યા બાદ હવે એ જોવું રહ્યું કે શું તેમના આદેશ ની ગણના થાય છે કે અવગણના થાય છે.....??? આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે....

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..