Back

હિંમતનગર બસ સ્ટેશન પાસે લારી ગલ્લા સહિત દબાણ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા દુર કરવામા આવ્યા

હિંમતનગર બસ સ્ટેશન પાસે લારી ગલ્લા સહિત દબાણ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા દુર કરવા મા આવ્યા


 સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય મંડલીક સાહેબ નાઓએ સુચના આધારે હિંમતનગર શહેર મા જાહેર જનતા ને અડચણરૂપ, રાહદારી માર્ગ ઉપર ગેરકાયદેસર દબાણ કરેલ હોય તે દબાણ દૂર કરી,  રોડ-રસ્તા ખુલ્લા કરાવવા.  જે સુચના અનુસંધાને આજ રોજ તા. 11/07/19 ના રોજ    સીટી ટ્રાફિક ની.એસ.આઈ એ.ડી.પરમાર તથા સ્ટાફ ના કર્મચારીઓ દ્વારા હિંમતનગર બસ સ્ટેશન સામે મુખ્ય રોડ ઉપર રાહદારીઓને અડચણરૂપ રાખવામાં આવેલ લારી ગલ્લા ને કાયદેસર રીતે હટાવી, ભારતીય ફોજદારી ધારા-1860 ની કલમ -283 મુજબ કુલ -07 (સાત ) કેસો "બી" ડિવિઝન પોલીસ સ્ટેશન મા દાખલ  કરવામાં આવેલ હતા જો આજ રીતે પોલીસ દ્વારા સમગ્ર હિંમતનગર શહેર માં ટ્રાફીક ને અળચણ રુપ દબાણ દુર કરવા આવે તો ટ્રાફીક ની સમશ્યા પણ દુર થઈ સકે છે

ઇડર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..