Back

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા RTI અરજી ને લગતો સેમીનાર યોજાયો.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની ટીમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આયોજીત માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીને લગતી કાર્યવાહી માટે રાખવામાં આવેલ સેમિનારમાં મોટી સંખ્યામાં  કર્મશીલો એ ભાગ લીધો હતો, જેમાં જતીન શેઠ દ્વારા AMC ની સેવાઓને લગતી ખુબજ ઝીણવટભરી માહિતી આપવામાં આવી તેમજ મહેશ પંડ્યા અને અલ્પેશ ગજ્જર દ્વારા માહિતી અધિકારના કાયદા વિશે માહિતી આપવામાં આવી હતી તથા RTI કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાની વિસ્તૃત છણાવટ સાથે RTI ની અરજી, સેમિનારમાં ભાગ લેનાર દરેક પાસે કરાવીને પ્રેક્ટિકલ માહિતી પુરી પાડેલ, અને અંતે જીગ્નેશભાઇ મેવાણી એ આખા સેમિનારનો સાર ટૂંકમાં વર્ણવીણે તમામ નેં RTI કાયદાનાં ફાયદા સમજાવ્યા, આવનારા દિવસોમાં આજ પ્રમાણે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે..


અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..