Back

બાગબાન તમાકુમાં ડુપ્લીકેટ તમાકુ ભેળસેળ કરતાં પાંચ ઝડપાયા.

અગાઉ ડુપ્લીકેટ બાગબાન તમાકુ ગુનામાં પકડાયેલ ઈસમ ઉસ્માનગની અમીભાઈ સેરસીયા રહે.વાંકાનેર, અમનપાર્ક સોસાયટી વાળાએ પોતાના કબ્જા વાળા વાંકાનેર શહેરની મોમીન શેરી વાળા મકાનમાં માણસો રાખી પોતે બાગબાન તમાકુ તથા અન્ય તમાકુ તથા પરફ્યુમ,મેનથોલ વગેરે મિશ્રણ કરી ડુપ્લીકેટ (બનાવટી) બાગબાન તમાકુ ભરી મશીનરી તથા સાધન સામગ્રીને ઉપયોગ કરી ડબ્બાઓના તળિયા શીલ કરી બાગબાન તમાકુના કાર્ટૂનમાં પેકિંગ કરી ઓરિઝનલ બાગબાન તમાકુની જગ્યાએ બનાવટી ભેળસેળ યુક્ત તમાકુ બનાવી બજારમાં તેનું વેચાણ કરવાના ઇરાદે પોતાની પાસે રાખી રેઈડ દરમ્યાન ભેળસેળ વાળી તમાકુના બાગબાન કંપનીના લોગા વાળા ભરેલ તથા ખાલી ડબ્બાઓ,સીલ કરવાનું મશીન તથા સાધન સામગ્રી,બાગબાન કંપની ઉપયોગ કરે તેવા સ્ટીકર વાળા ડબ્બાના તળિયા,રંગો, બાગબાન કંપનીની તમાકુ ભરેલ સીલબંધ ૪૫ ગ્રામના ડબ્બા તથા કાર્ટૂન તથા નાની તમાકુની પડીકીઓ, ટેપરોલ, કાચી તમાકુ વગેરે ચીજ વસ્તુ મળી કુલ મુદામાલ રૂ.૭,૮૪,૦૨૫/- ના મુદામાલ સાથે કુલ પાંચ (૧) ઉસ્માનગની અમીભાઈ સેરસીયા રહે.વાંકાનેર, અમનપાર્ક સોસાયટી (૨) સરફરાજ મહમંદભાઈ ભોરણીયા રહે.પંચાસર તા.વાંકાનેર, (૩) મહમદ અસ્લમ અબ્દુલ રહીમ વડાવીયા રહે.વાંકાનેર મુમના શેરી (૪) અસ્લમભાઈ ઇદ્રિશભાઈ પઠાણ રહે.રાતીદેવડી તા.વાંકાનેર (૫) આદિલ મામદભાઈ ભોરણીયા રહે.પંચાસર તા.વાંકાનેર વાળાઓને પકડી આ બાબતે બાગબાન કંપનીનો સંપર્ક સાધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..