Back

ગુરૂ પુર્ણિમા દિવ્યોત્સવ યોજાશે.

અનન્તશ્રી વિભૂષિત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પૂજય માઁ શ્રી કનકેશ્વરી દેવીજી ના પાવન સાન્નિધ્યમાં શ્રી ગુરુ પૂર્ણિમા દિવ્યોત્સવ યોજાશે. જે ખોખરા હનુમાનજીધામ બેલા-ભરતનગર, મોરબી ખાતે રાખવામાં આવેલ છે. જે આજ રોજ રાત્રે ૯.૦૦ કલાકે ભજન સંધ્યા નું આયોજન કરેલ છે. જેમાં નામાંકિત કલાકારો પ્રવીણ સૂરદાસ, દમયંતીબેન બરડાઈ, ગુણવંતભાઈ વૈષ્ણવ મુકેશભાઈ સાધુ  આવીને ભક્તજનોને ભજન ના રસપાન કરાવશે. અને તારીખ ૧૬-જુલાઈ, ૨૦૧૯ મંગળવાર ના રોજ સમય સવારે ૯:૦૦ કલાકે ત્યારબાદ ૧૦:૦૦ કલાકે ગુરુ આશિષ કરવામાં આવશે. અને બપોરે ૧૨:૦૦ મહાપ્રસાદ નું આયોજન કરેલ છે.

આ દિવ્યોત્સવ માં સર્વે ભક્તજનોને તમામ કાર્યક્રમોમાં પધારવા સહૃદય આમંત્રણ પાઠવવામા આવેલ છે.

 

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..