Back

સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાશે.

સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાની યાદી જણાવે છે કે, સેતુબંધ ફાઉન્ડેશન તરફથી મોરબી જીલ્લાના લોકોને સારી તબીબી સેવા થકી સ્વાસ્થ્ય પ્રાપ્તિ થાય તેમજ મોરબી તાલુકા તેમજ માળિયા તાલુકામાં રહેતા લોકોને ઘર આંગણે ઉત્તમ સ્વાસ્થ્ય સેવાનો લાભ પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી સેતુબંધ ફાઉન્ડેશનના સ્વ. ઉપપ્રમુખ મગનભાઈ સંઘાણીના પુણ્ય આત્માના કલ્યાણ અર્થે તારીખ ૨૧-૦૭-૨૦૧૯ ને રવિવારના રોજ વિનય વિદ્યા મંદિર (જૂની વિનય સ્કુલ) પીપળીયા ચાર રસ્તા, ચાંચાવદરડા, ખાતે સવારે ૯-૦૦ થી બપોરે ૧-૦૦ દરમ્યાન નિશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

જે અંતર્ગત એમ.ડી., એમ.એસ., તેમજ આંખના રોગ, દાંતના રોગ, હાડકાના રોગ, કાન,નાક,ગળા ના રોગ, ચામડીના રોગ, બાળ રોગ, સ્ત્રી રોગ, ડાયાબીટીસ વગેરે રોગો ના નિષ્ણાત તબીબો પોતાની સેવા આપશે. તેમજ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા કેમ્પના જરૂરિયાત મંદ દર્દીઓને વિના મુલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા લોકોએ (૧) કાન્તિલાલ ડી. બાવરવા, અપૂર્વ કન્સલ્ટન્ટ, રાજધાની કોમ્પ્લેક્ષ, નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ, મોરબી, મો. ૯૮૨૫૧૩૯૯૯૨, (૨) સુરેશભાઈ સરડવા, મામા આઈસક્રીમ, પીપળીયા ચાર રસ્તા, મો. ૯૮૭૯૮૯૭૮૩૬, (૩) દામજીભાઈ કલોલા, પટેલ સેલ્સ એજન્સી, પીપળીયા ચાર રસ્તા, મો. ૯૯૭૯૦૭૧૩૨૨, (૪) કે. એલ. સરડવા, વિનય વિદ્યામંદિર, પીપળીયા ચાર રસ્તા, મો. ૯૯૭૯૦૭૧૦૮૫, (૫) ભાવેશભાઈ સાવરીયા, સરપંચ તરઘરી, મુ. તરઘરી, મો. ૯૮૭૯૫૨૯૧૫૪ માં નામ નોંધણી કરાવવી આવશ્યક છે. તો મોરબી જીલ્લાની જનતાને આ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો લાભ લેવા વિનંતી છે.

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..