Back

મોરબીના પાડા પુલ અને મયુર પુલ પર ખાડા, અકસ્માતનો ભય

મોરબી આમ તો હવે ભગવાન ભરોસેજ ચાલે છે મોરબી ના રસ્તાઑ દિવસેને દિવસે ખરાબ બનતા જાઈ છે દરેક રસ્તા પર મોટા ખાડા પડી ગ્યાં છે કે ચાલવું પણ મુશ્કેલ બને છે 

મોરબી ના બને પુલ પર આખો દિવસ વાહન ની અવર જવર ચાલ્યા કરે છે ત્યાં થી પસાર થવામાં તકલીફ પડે તે રીત ના ખાડા પડી ગ્યાં છે મહત્વની વાત એ છે કે આ બને પુલ પરથી અધિકારીઓએ પસાર થાઈ છે તો પણ તેમનું ધ્યાન દોરાતું નથી ? મોરબી ના આ મુખ્ય બે પુલ પર થી રોજ અનેક લોકો પસાર થાઈ છે અને રસ્તા વચેજ આવા ખાડા હોવાથી લોકો ને વાહન ચાલવામાં તકલીફ પડી રહી છે 

આ રસ્તા માં ખાડાના કારણે અકસ્માત થવાનો ભય છે અહિયાથી પસાર થતાં લોકો ને વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે છે કે અકસ્માત ના થઈ જાય જો આવા મુખ્ય રસ્તા પર જ તંત્ર ધ્યાન ના દોરાવતું હોય તો બીજા કાર્યની અપેક્ષા પણ શું રાખી શકાય ?

(અહેવાલ દેવ સનાળિયા ૭૨૬૫ ૯૯૯ ૭૭૭)

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..