Back

વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ યોજાશે.

ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા મોરબી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની જાહેર જનતાની સુખાકારી માટે આરોગ્ય વિષયક જાણકારી તથા અગ્નિકર્મ ચિકિત્સા,મર્મ ચિકિત્સા તથા અન્ય હઠીલા રોગોની ચિકિત્સા માટે વિના મૂલ્યે આયુર્વેદિક નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં સાઈટિકા,કમરનો દુ:ખાવો, ગોઠણનો દુ:ખાવો જેવા સાંધાના રોગો અને આધાશીશી જેવા રોગોમાં મર્મ ચિકિત્સા, અગ્નિકર્મ ચિકિત્સાથી સારવાર કરવામાં આવશે.

આ સિવાય ચામડીના રોગો,હરસ-મસા, પેટના રોગો,જૂનીશરદી જેવા હઠીલા રોગોની દવાઓ ની:શુલ્ક આપવામાં આવશે. આ કેમ્પમાં આયુર્વેદના નિષ્ણાત ડોક્ટર્સ સેવા આપશે.

આ કેમ્પ તારીખ ૧૮/૭/૧૯ ગુરૂવાર ના રોજ સમય સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ દરમ્યાન કરવામાં આવશે. જે ધન્વન્તરિ ભવન,૧/૩,કાયાજી પ્લોટ, રવાપર રોડ,મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..