Back

ભુજના ડાકડાઈ પાટિયા પાસે ટ્રક છકડો અને બાઇક વચ્ચે ત્રીપલ અકસ્માતમાં ૧૨ નાં મોત છ ઘાયલ

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ


રિપોર્ટ : ગૌતમ બુચીયા


માર્ગ સકસ્માતમાં એકજ પરિવારના સભ્યોના ૧૨ મૃત્યુથી સર્જાઈ કરૂણાંતિકા 

અકસ્માતમાં ત્રણ બાળકો છ પુરૂષ અને ત્રણ મહિલાઓ સહિત ૧૨ કરૂણ મોત 

ભુજ તાલુકાનાં માનકુવા પાસે આવેલ ડાકડાઈ પાટિયા પાસે ઘમખ્વાર અકસ્માત સર્જાતા માર્ગ રક્તરંજીત બન્યો હતો. આ અકસ્માતમાં ભુજમાં માલતદાર કચેરી સામે ઝૂંપડપટ્ટીમાં રહેતા મૂળ રતલામના મધ્યપ્રદેશના એકજ પરિવારના સભ્યો આજે સવારે માતાનામઢ દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે ડાકડાઈ પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમા માધુ ગોહેલ,મુકેશ ગોહેલ,રાધેશ્યામ ગોહેલ,પપ્પુ ગોહેલ,પૂજા રાધેશ્યામ ગોહેલ,બસૂબાઈ,રિણાબેન,ખુશી,ખુતબા,રોહિત,મહેશ ગોહેલ અને પરબત લાલ સહિત ૧૨ લોકોના કરુણ મૃત્યુ નીપજ્યાં છે. પ્રાપ્ત વિગતો મુજબ આ પરિવાર દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે ડાકડાઈ પાસે માતાનામઢ તરફ જઈ રહેલી ટ્રક પુરપાટ ઝડપે અવરટેક કરવાની લ્હાયમાં છકડા સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ટક્કર એટલી જોરદાર હતી કે છકડો અને બાઈકનો બુકડો બોલી ગયો હતો. અકસ્માત સર્જી તર્ક ચાલક પોતાના વાહન સાથે નાશી ગયો હતો. જાગૃત નાગરિકોએ પીછો કરતા ટ્રકચાલ ટ્રક છોડીને નાશી ગયો હતો અને આજ પરિવારના અન્ય બે યુવાનો બાઇક પર આવી રહ્યાં હતાં તેને પણ હડફેટે લીધા હતાં. આ બનાવમાં ઘટનાં સ્થળેજ પાંચ લોકોનાં જીવનદીપ બુજાઈ ગયા હતાં અને અન્ય છ લોકોના રારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યાં હતા. આ અકસ્માતમાં અન્ય અન્ય છ લોકોને ઓછી વતી ઇજાઓ હોવાને કારણે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. પગલે માનકુવા પોલીસ સ્ટેશનના પી.આઈ. રાણા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ ઘાયલોને સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડવામાં મદદરૂપ બન્યા હતાં અને સકસ્માતને કારણે ટ્રાફિક સમશ્યા સર્જાઈ હતી. આ કરૂણ ઘટનાને પગલે મૃતક પરિવારના સભ્યોના આક્રંદથી હોસ્પિટલ સ્તબ્ધ બની હતી મૃતકોની લાશને તેના વતન રતલામ મધ્યપ્રદેશ ખાતે લઈ જવાની વ્યવસ્થા સામાજિક અને રાજકીય આગેવાનોએ કરી હતી બનાવની સ્થિતિના પગલે ભુજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પી.આઈ. સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે ધસી આવ્યો હતો ત્યારે પોલીસની સરાહનીય કામગીરી રહી હતી અકસ્માતમાં ત્રણ બાળકો ત્રણ મહિલા અને છ પુરુષો છે.

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..