Back

કાલોલ તાલુકાના પીંગળી ગામ માં કુતરાના ટોળાં એ રાષ્ટ્રીય પક્ષી ઉપર હુમલો કરતા ઈજાગ્રસ્ત.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર.સાજીદ વાઘેલા





હાલ કેટલાક સમયથી રાષ્ટ્રીય પક્ષી ઉપર કુતરા દ્વારા હુમલાના બનાવો ખૂબ વઘી રહ્યા છે. આ ઋતુમાં મોર ને આંખોમાં ઓછુ દેખાતું  હોય કૂતરાઓ નો આસાનીથી શિકાર બની જાય છે. કાલોલ તાલુકાના પિંગળી ગામ માં મોર ની વસ્તી વધુ છે. ગતરોજ સવારે એક મોર પીંગળી ના વણકરવાસ માં   પાણી પીવા આવ્યો ત્યારે ઉપર કૂતરાં ના ટોળાં એ હુમલો કરી ઇજાગ્રસ્ત કરી નાખેલ  જેથી ગામના જીવદયા પ્રેમીઓ એ મોરને કાલોલ પશુ દવાખાને લઈ આવ્યા જ્યાં તેની દવા સારવાર કરી વેજલપુર આર.એફ.ઓ ને સોંપી દીધો હતો.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..