Back

વાલીયા- ઝઘડીયા ના ધારાસભ્ય અને આદિવાસી મસીહા તરીકે જાણીતા છોટુભાઈ વસાવા નો આજે જન્મ દિવસ.

વાલીયા ૧૫,જુલાઈ 

રીપોર્ટર, સતીષ દેશમુખ 


 ઝઘડીયા વિધાનસભા ના ધારાસભ્ય અને આદિવાસી મસીહા તરીકે જાણીતા છોટુભાઈ વસાવા નો આજે જન્મ દિવસ છે 


છોટુભાઈ વસાવા છેલ્લા સાત ટર્મથી અહીં નોન સ્ટોપ જીતતા આવ્યાં છે. તેથી તેઓ ને "કભી ના હાર માનને વાલા ખિલાડી" પણ કહેવામાં આવે છે


છોટુભાઈ વસાવા  આદિવાસી મત વિસ્તારમાં પ્રબળ વર્ચસ્વ ધરાવે છે.  તેઓ ના નેતૃત્વ મા ભારતીય ટ્રાયબલ પાર્ટી નુ પણ ગઠન કરવામા આવ્યું છે .


છોટુભાઈ વસાવા બીજેપી તેમજ મોદી સરકાર નો હમેશા વિરોધ કરતા આવ્યા છે. તેઓ એ મોદી સરકાર ના નોટબંદી અને જીએસટી નો પણ ખુબ વિરોધ કર્યો હતો.

પરંતુ હાલમાં જ થયેલ રાજ્યસભાની ચૂંટણીમાં બીજેપી ના કેન્ડીડેટને વોટ આપી સૌવને ચોંકાવી દીધા હતા. અને બીજેપી પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સાથે વોટીંગ બાદ હાથ મિલાવ્યા નો વીડીઓ સ્યોશલ મીડિયા મા ખુબજ વાયરલ થતા તેઓની ટીકા ટીપ્પણી પણ લોકો દ્વારા જોવા મળી હતી. 


છોટુભાઈ વસાવા નો આજે જન્મ દિવસ હોવાથી તેઓના ઘરે વાસણા ખાતે સમર્થકો ના ટોળાંઓ ઉમટી પડયા હતા. અને સ્યોશલ મીડીયા વોટસેપ ફેસબુક પર હાલ દિવસ દરમિયાન ભરૂચ નર્મદા જીલ્લામાં છોટુભાઈ વસાવા ના જન્મ દિવસ ની ચર્ચાઓ ચાલતી રહી.

વાલિયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..