Back

બિન આદિવાસીઓ દ્વારા ખોટા પ્રમાણપત્રો મેળવી આદિવાસીઓ ના લાભો મેળવતા હોવાનો મુદ્દો સંસદમાં : જુઓ કોણે પ્રશ્ન પૂછ્યો??

બિન આદિવાસીઓ દ્વારા ખોટા પ્રમાણપત્રો મેળવી આદિવાસીઓ ના લાભો મેળવતા હોવાનો મુદ્દો સંસદમાં : જુઓ કોણે પ્રશ્ન પૂછ્યો??

રાજપીપળા : જુનેદ ખત્રી

આખાબોલા અને લોકો ના હિત માટે હમેશ અવાજ ઉઠાવતા ભરૂચ ના સંસદ મનસુખભાઇ વસાવા ક્યારેય તક ચુકતા નથી એ ભલે પોતાનીજ સરકાર સામે કેમ ન હોય

આજે સાંસદ સદન માં પ્રશ્નોત્તરી દરમિયાન પણ તેઓ તક ચુક્યા ન હતા આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડા ને આદિવાસીઓ ના હક્કો વિશે પ્રશ્ન પૂછ્યો હતો અને બિન આદિવાસી દ્વારા ખોટા પ્રમાણપત્રો મેળવી આદિવાસીઓ ના લાભો મેળવાય છે જે અંગે તેઓએ જણાવ્યું હતું કે

દેશના મોટાભાઞના રાજ્યો જેમકે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઞુજરાત, ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશ માં જે વાસ્તવમાં આદિવાસી નથી તેવા લોકો આદિવાસી તરીકેના ખોટા પ્રમાણપત્ર લઈ આદિવાસી યાદીમાં સામેલ થઈ આદિવાસી ના રીર્ઝવ કોટા માં મળતા લાભો જેવા કે પ્રેટ્રોલપંમ્પ મેળવવા, શિક્ષણ વિભાઞ માં , સરકારી નોકરીની ભરતીમાં તેવી અનેક સરકારી સ્કીમોમાં ખોટા પ્રમાણપત્ર ના આધારે લાભો મેળવે છે તો તેનાથી સાચા આદિવાસીઓના બંધારણીય હક્કો છીનવાઈ રહ્યાછે અને સરકાર પણ આદિવાસીઓના વિકાસ માટે પ્રયત્ન કરી રહી છે તેમ છતા આવા કૃત્યના કારણે આદિવાસી નો વિકાસ શક્ય નહી બને તો આવા કૃત્યને રોકવા સરકાર અને તે વિભાઞના મંત્રીશ્રી ને આજરોજ સંસદ ના પ્રશ્ર્નકાળ દરમ્યિાન પ્રશ્ર્ન પુછી ને આદિવાસીઓના ના હિત માટે આવા કૃત્યને રોકવા માટે અરજ કરી હતી

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..