Back

ભુજના ડાકડાઈ પાટિયા પાસે અકસ્માતમાં ૧૨ જીવન ભરખી જનાર ટ્રક ડ્રાઇવરને રાપર ખાતેથી માનકુવા પોલીસે જડપીલીધો

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ

રિપોર્ટ : ગૌતમ બુચીયા

ભુજના ડાકડાઈ પાટિયા પાસે અકસ્માતમાં ૧૨ જીવન ભરખી જનાર ટ્રક ડ્રાઇવરને રાપર ખાતેથી ઝડપીલેતી માનકુવા પોલીસ

ભુજ તાલુકાના ડાકડાઈ પાસે અવરટેક કરવાની લ્હાયમાં ગમખ્વાર અકસ્માત સર્જીને એકજ પરિવારના ૧૨ સભ્યોને મોતનાં મુખમાં ધકેલી દેનારો કાળમુખો ડ્રાઇવર અકસ્માત સર્જીને માનવતા પણ ન દેખાડી અને ટ્રક હંકારી નાશી ગયો હતો પરંતુ જાગૃત નાગરિકોએ તેનો પીછો કરતાં પોતાની ટ્રક બનાવના સ્થળેથી પાંચ કિલોમીટર દૂર ઉભી રાખીને નાશી ગયો હતો પરંતુ પશ્ચિમ કચ્છ પોલીસ એમ ક્યાં જવાદે આ રૂદનફાટ દ્રસ્ય જોઈ ભલભલાના હ્ર્દય કાપી ઉઠે તેવી ઘટના જોઈને પોલીસે આ કાળમુખા ટ્રક ચાલકને ગમેતેમ ઝડપીલેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ૧૨ જણાનાં જીવન ભરખી જનાર આરોપી રમેશ કુંભાભાઈ સંજોટ ને માનકુવા પોલીસે રાપર ખાતેથી ગણતરીની કલાકોમાંજ ઝડપીલીધો છે આ બેદરકાર ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસે આ કેસમાં ભારતીય દંડસંહિતાની કલમ ૩૦૪ (સાપરાધ મનુષ્યવધ)ની કલમ તેમજ આઈ.પી.સી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮, મોટર વેહિકલ એક્ટની કલમ ૧૭૭, ૧૩૪,૧૮૪ હેઠળ ફરિયાદ દાખલ કરી છે આરટીઓ દિલીપ યાદવે કહ્યું કે પ્રથમ નજરે ટ્રકચાલકની બેદરકારીના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું જણાઇ રહ્યું છે ત્યારે આ ગમખ્વાર બાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે સરકારી તંત્ર પાસે મૃતકોના પરિવાર જનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વળતર ચૂકવવા માંગ કરાઈ છે અને આવા અકસ્માતો સર્જનાર વાહનો માર્ગો પર યમદૂત સમાન દોડતાં હોયછે ત્યારે તેના વિરૂદ્ધ આર.ટી.ઓ કચેરી અને ટ્રાફિક પોલીસ ક્યાંક નિષ્કાળજી દાખવી હોવાનું જણાવ્યું હતું ત્યારે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલાં લેવા સહિતની માંગ કરી હતી


ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..