Back

કાંકરિયા હત્યાકાંડ : મૃતકોમાં એક રાજપીપળા ના તારોપા ગામની વહાલસોયી દીકરી હતી મનાલી રજવાડી

કાંકરિયા હત્યાકાંડ : મૃતકોમાં એક રાજપીપળા ના તારોપા ગામની વહાલસોયી દીકરી હતી મનાલી રજવાડી

રાજપીપળા : જુનેદ ખત્રી

અમદાવાદ કાંકરિયાના એમ્યુઝમેન્ટ પાર્કમાં એક રાઈડ અચાનક તૂટવાની ઘટનામાં 30 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે 2 લોકોના ઘટનાસ્થળ પર કરુણ મોત નિપજ્યા હતા.એ મૃતકોમાં રાજપીપળાની 23 વર્ષીય યુવતી મનાલી રાજવાડી પણ હતી.આ બાબતની જાણ થતાં જ મૃતક યુવતીના પરિવારજનો તાત્કાલિક અમદાવાદ ખાતે ઉપડી ગયા હતા.જોકે એમને ત્યાં જઈને ખબર પડી હતી કે પોતાની વ્હાલ સોઈ દીકરીનું મૃત્યુ થયું છે.મૃતક મનાલીના મૃતદેહને સોમવારે સવારે પીએમ બાદ પરિવારજનોને સોંપણી કરાઈ હતી.બાદ પરિવારજનો મનાલીના મૃતદેહને રાજપીપળા નજીક એના ગામ તરોપા ખાતે લાવ્યા હતા,તેઓ ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાથી મનાલીની દફન વિધિ કરાઈ હતી.


◆◆◆ પરિવારે તંત્ર ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપ...


દરમિયાન મનાલીના પિતા વિમલભાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાઈડ સંચાલકની નિષ્કાળજીને લીધે આ ઘટના ઘટી હતી,જવાબદારો સામે કડક પગલાં લેવા જોઈએ.અને હવે પછી આવી ઘટના ન ઘટે એ માટે સરકારે કમર કસવી જોઈએ.જ્યારે મૃતક મનાલીના પરિવારજન ક્રેમિયલ મેકવાને ગુજરાત સરકાર અને હોસ્પિટલ તંત્ર પર ગંભીર જાતિવાદના આક્ષેપ લગાવતા ખળભળાટ મચી ગયો છે.સાથે સાથે એમણે સરકારને એવી ચીમકી આપી છે કે સરકાર મૃતકોને પૂરેપૂરું વળતર આપે બાકી અમારો આખો સમાજ સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરશે અને અમે જે દિવસે આંદોલન કરીશું એ દિવસે સરકારે ક્યાંય જવા માટે રસ્તો નહિ રહે સરકારને અમારી વાત માન્યા વગર છૂટકો નથી.


◆◆◆ મનાલી ભવિષ્ય બનાવવા અમદાવાદ ગઈ હતી....તરોપા ગ્રામજનોએ જણાવ્યા મુજબ 4 એપ્રિલ 1996ના રોજ જન્મેલી મનાલી અંકલેશ્વર ખાતે નર્સિંગનો અભ્યાસ કરતી હતી એ દરમિયાદ એણે રાજપીપળાના જયદીપ પટેલ સાથે 24 એપ્રિલ 2014માં લગ્ન થયા હતા બાદ એણે પોતાનો અભ્યાસ અધુરો મુક્યો હતો.સુખી લગ્નજીવન દરમિયાન એમને ત્યાં એક પુત્રીનો જન્મ પણ થયો હતો.પરંતુ કોઈક કારણોસર પતિ-પત્નીના છુટા છેડા થયા હતા,જોકે 5 વર્ષીય પુત્રી હેતવી હાલ પિતા જયદીપ પટેલ પાસે છે.9મી જુલાઈ 2019ના રોજ મનાલી નર્સિંગના વધુ અભ્યાસ માટે ફોર્મ ભરવા અમદાવાદ સીટીએમ ખાતે રહેતા એના ફોઈને ત્યાં ગઈ હતી. ગૌરીવ્રત પણ હતું એટલે રવિવારે તેઓ કાંકરિયા ગયા હતા અને ત્યાં આ કરુણ ઘટનામાં એનું મૃત્યુ થયું હતું.◆◆◆પરિવાર ની નહીં પણ આખા ગામ ની વહાલસોયી દીકરી હતી મનાલી....


મનાલી પરિવારમાં એકની એક દીકરી હતી. મનાલીનો પરિવાર આદીવાસી પરિવારમાંથી આવે છે કે જે ખ્રિસ્તી ધર્મ પાળે છે.પરિવારમાં દાદી,માતા પિતા અને એક નાનકડો ભાઈ છે.પરિવારમાં એકની એક દીકરી હોવાને કારણે લાડકવાઇ હતી.મનાલી ભણવામાં હોશિયાર તેમજ સામાજિક રીતે પણ નાની ઉંમરથી જ સક્રિય હતી.બોલકા અને માનવતા ભર્યો સ્વભાવ હોવાને કારણે ગ્રામજનોમાં વ્હાલી હતી.તે માત્ર તેના પિતા વિમલભાઈની નહીં પણ આખા ગામની દીકરી હતી. ગ્રામજનો તેના અકાળે થયેલા મોતથી ગમગીન બન્યા છે અને રાઈડ સંચાલકો સામે આક્રોશ વ્યક્ત કરીને જવાબદારો સામે આકરી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..