Back

વઘઇ તાલુકા પંચાયત ના કોંગ્રેસ પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત પસાર

Dang vatsalya news - madan vaishnav


ડાંગ જિલ્લામાં  કોંગ્રેસ નો ગઢ ગણાતા એવા વઘઇ તાલુકામાં કોંગેસના સાત નારાજ સભ્યો અને ભાજપ ના પાંચ સભ્યો મળી તાલુકા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસ પ્રસાર કરી પ્રમુખ ની ખુરશી ઉથલાવતા કોંગ્રેસ પાર્ટી માં હડકંપ સર્જાયોઅવિશ્વાસની દરખાસ્ત ની પ્રક્રિયા દરમિયાન  કોંગેસના એક પણ નેતા કે કાર્યકરો તાલુકા પંચાયત કચેરીએ ફરકયા સુધ્ધાં ન હતા જ્યારે  વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ઉપ પ્રમુખ સામે વિશ્વાસ મત મેળલવી બેઠક અંગે ડાંગ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી કરશનભાઈ પટેલ, જિલ્લા ભાજપ પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચોર્યા ભાજપ તાલુકા પ્રમુખ ધર્મેશ પટેલ તેમજ માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલ નવસારી યુવા ભાજપ મહામંત્રી શિવેન્દ્રસિંહ ચૌહાણ સહિતના ભાજપના આગેવાન નેતાઓ ઉપસ્થિત રહી તાલુકા પંચાયત ની બોડી ને શુભેચ્છાઓ પાઠવી હતીતાલુકા પંચાયત પ્રમુખ ની નબળી કામગીરી અને સભ્યો સાથે ગેરવર્તન તેમજ ખુદશાહી કારણે કંટાળી ને અમોએ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવી પડી
( કોંગ્રેસ માજી અધ્યક્ષ સંકેત બંગાળ )

ડાંગ જિલ્લા માં કોંગ્રેસનો ગઢ ગણાતી વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ લલીતાબેન ગાવીત ના મનસ્વી કારભાર ના કારણે કંટાળેલા કોંગ્રેસી સભ્યો એ અગાઉ બે વખત અવિશ્વાસની દરખાસ્ત રજૂ કર્યા બાદ પણ પ્રમુખ લલીતાબેન ગાવીત કામગીરી માં ઉણા ન ઊતરતા ફરી કોંગ્રેસના સાત સભ્યો  અને ભાજપા ના પાંચ સભ્યો મળી તાલુકા પ્રમુખ લલિતા બેન ગાવીત ઉપપ્રમુખ વસંતભાઈ તુમડાં ના વિરૂદ્ધ માં ફૂલે બાર સભ્યો એ અવિશ્વાસની રજૂ કરી હતી જે રજુઆત મુકતા ની સાથે કોંગ્રેસ પાર્ટી નો આંતરિક વિખવાદ સપાટી આવ્યું હતું જેમાં કોંગ્રેસના કદાવર નેતા તરીકે જાણીતા અને હાલ બાંધકામ સમિતિના અધ્યક્ષ
ચંદરભાઈ ગાવીત ની દીકરી લલીતાબેન ગાવીત જે હાલ વઘઇ તાલુકા પ્રમુખ તરીકે નો કારભાર સંભાળી રહી હતી પરંતુ પ્રમુખ લલીતાબેન ગાવીત ના મનસ્વી કારબાર અને પોતાની મનમાની તેમજ ખુદશાહી ના કારણે ખુદ પોતાની પાર્ટી ના ચૂંટાયેલા સભ્યો સાથે ગેરવર્તણુંક થી વાજ આવેલા કોંગ્રેસ ના સભ્યોએ ફરી એક વાર મક્કમ નિર્ણય લઈ પ્રમુખ ને ઉથલા માટે ભાજપ ના પાંચ સભ્યો અને કોંગ્રેસ ના સાત સભ્યો મળી ભૂગર્ભ માં ઉતરી જતા કોંગ્રેસ પાર્ટી ના કદાવર નેતા ચંદરભાઈ ગાવીત મુશ્કેલી માં મુકાયા હતા પોતાની દીકરી અને તાલુકા પ્રમુખ લલીતાબેન ગાવીત વહીવટી અંગે ની નબળી કામગીરી અને મનસ્વીપણા ના કારણે તેમની ખુરશી બચાવવામાં અસફળ રહ્યા હતા જ્યારે આજરોજ કોંગ્રેસ અને ભાજપા ના નારાજ સભ્યો મળી ને પ્રમુખ સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતા ભાજપ ની છાવણી માં ખુશીનો માહોલ છવાયો હતો પણ તાલુકા પ્રમુખ નો સરતાજ ભાજપા કે કોંગ્રેસના બાગી સભ્યો ના શીરે જશે એ તો આવનારો સમય બતાવશે
-----------------
વઘઇ તાલુકા પંચાયત માં પ્રમુખ ની નબળી અને મનસ્વી કારબાર ના કારણે કોંગેસ તથા ભાજપા ના સભ્યો મળી અવિશ્વાસ નો પ્રસાર થયો છે આવનારા સમય માં અમે તાલુકામાં રૂંધાયેલાં વહીવટ ને વેગવંતુ બનાવી સમગ્ર તાલુકામાં હાલ ગુજરાતમાં ચાલી રહેલા કામો વિકાસ ના પંથે દોડાવીશું
( ભાજપા પ્રભારી કરશન પટેલ )

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..