Back

પાટણ જિલ્લા ના પ્રિન્ટમીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાકર્મીઓ દ્રારા કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

પ્રહલાદ વ્યાસ. પાટણ.


પાટણ જિલ્લા  ના  પ્રિન્ટમીડિયા અને  ઇલોકટ્રોનિક મીડિયા  દ્રારા   પાટણ જિલ્લા કલેકટર સાહેબશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી ને આવેદનપત્ર  આપવામાં આવ્યું.


પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી  બાબુભાઇ ચૌધરી દ્રારા ગેરવર્તન તેમજ પોતાની  તાનાશાહી ચલાવી ને જિલ્લાના મીડિયાકર્મીઓ સામે બે જવાબદારી થી ગેરવર્તન કરેલ હોઈ  તેના વિરૂદ્ધ મા આજ રોજ  આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્ર માં આ અધિકારી સામે કડક કાર્યવાહી  કરી ખાતાકીય તપાસ કરવામાં આવે તેવી માગણી કરી હતી.


આ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી દ્રારા કરેલ ખરાબ વર્તન સામે  બદલી કરવાની માંગ સાથે પાટણ જિલ્લાના  પ્રિન્ટમીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા  કર્મીઓ  દ્રારા સખત વિરોધ  દર્શાવ્યો હતો.

 પ્રિન્ટમીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા  પાટણ જિલ્લાના તમામ  મીડિયા કર્મીઓ  આવેદનપત્ર આપવામાં હાજર રહ્યા હતા. 

પ્રહલાદ વ્યાસ. પાટણ.


પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..