Back

મોરબી મચ્છીપીઠના નાકા પાસેથી ગેરકાયદેસર મેગ્જીન વાળી પિસ્તોલ,દેશી તમંચો સાથે બે ઝડપાયા.

મોરબી મચ્છીપીઠના નાકા પાસેથી ગેરકાયદેસર મેગ્જીન વાળી પિસ્તોલ,દેશી બનાવટનો તમંચો અને જીવતા કાર્ટીસ નંગ-૧૪ સાથે બે આરોપીઓને મોરબી એલ.સી.બી. એ ઝડપ્યા.

મોરબી મચ્છી પીઠના નાકા પાસેથી (૧) અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા રહે.મોરબી વાવડીરોડ,સોમૈયા સોસાયટી તથા (૨) દિગપાલસિંહ ઉર્ફે દિગ્વિજયસિંહ ગોહીલ રહે.હાલ મોરબી, પીપળી રોડ,ગજાનંદ સોસાયટી વાળાઓને રોકી એક કરતાં અર્જુનસિંહ પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ-૧ કી.રૂ.૧૦,૦૦૦/- જીવતા કાર્ટીસ નંગ-૧૪ કી.રૂ.૧૪૦૦/- તથા ખાલી મેગ્જીન નંગ-૧ કી.રૂ.૧૦૦/-નું મળી આવેલ તેમજ દિગપાલસિંહ પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો કી.રૂ.૫૦૦૦/-નો મળી આવતા બંને પાસેથી કુલ રૂ.૧૬,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

પકડાયેલ બંને આરોપીઓને આ હથિયાર તથા કાર્ટીસ ક્યાંથી ? કોની પાસેથી અને શું ? કારણસર લાવેલ છે તે બાબતે પૂછતાં આ હથિયાર તેઓ મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુરના જગતસિંગ સરદારજી પાસેથી લાવેલ હોવાની અને થોડા સમય પહેલા અર્જુનસિંહના મામાનું ખૂન થયેલ હોય જેથી પોતાના સ્વબચાવ માટે તેમજ ખૂન કરવા વાળાને કોર્ટ મુદતે લાવે ત્યારે કોર્ટમાં તેઓની ઉપર ફાયરિંગ કરવા આ હથિયાર તથા કાર્ટીસ લાવેલની હકીકત જણાવેલ હોય જેથી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી એ ડીવી. પો.સ્ટે.માં  ગુનો રજીસ્ટર કરાવવા તજવીજ કરેલ છે.

પકડવાના બાકી આરોપી (૧) જગતસિંગ સરદારજી રહે.અલીરાજપુર મધ્યપ્રદેશ

 

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..