Back

બાલાસર ગામે પ્રાચીન સંતવાણી ના ગરવા ગાયક અરજણભગત (દહૈયા રાજપુત) ના નીધન થી સમગ્ર પંથકમાં શોક નુ મોજુ"

બિમલ માંકડ 78846 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ


રિપોર્ટ : ઘનશ્યામ બારોટ 


"બાલાસર ગામે પ્રાચીન સંતવાણી ના ગરવા ગાયક અરજણભગત (દહૈયા રાજપુત) ના નીધન થી સમગ્ર પંથકમાં શોક નુ મોજુ" 


પ્રાથળ વિસ્તારના પાટનગર સમા બાલાસર ગામે પ્રાચીન ભજનોના મુઠ્ઠી ઉચેરા ગાયક અરજણભગતે  ૮૫ વર્ષની વયે જગતને આખરી વેળાના રામ રામ કરી સ્વર્ગે પ્રયાણ કર્યું છે 

   બાલાસર ગામના દહૈયા રાજપુત પરિવાર ના ચાર ભાઈઓ ના વિશાળ પરિવાર માં સૌથી વડીલ હોવા સાથે નાનપણથીજ ભક્તિ તરફ ઢળેલા જીવને બાલાસર ની પ્રાથમીક શાળા માં પ્રવેશ કરવાની સાથે જ સ્વ શ્રી મણીલાલ ભીમજી દવે સાહેબ જેવા હીર પારખુ સમર્થ ગુરૂ મળ્યા, અને અરજણબાપા ને ગળથુથી માં મળેલા ભક્તિ ના સંસ્કારો સાથે સ્વ.મણીલાલ દવે સાહેબે રોપેલી બાળાક્ષરી ના બળે, ભજન તરફ ઢળેલા જીવે ભણવાનું તો, સૌથી મોટા હોવાના કારણે છોડી દેવુ પડ્યુ, પણ ભજવાનુ જીવનના છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખેલું. અને એટલે જ કદાચ ગુરૂ પૂર્ણિમા ના પાવન દિવસે જ સદ્ ગુરૂ ચરણો માં શીશ ઢાળી દઈ,આ જગતને અલવિદા કહી દીધું.

         આજુબાજુ ના કોઈ પણ ગામે સારામાઠા પ્રસંગે સંતવાણી હોય એટલે અરજણભગત ની હાજરી અનિવાર્ય બની જતી, ક્યારેક તો એવુ પણ બન્યું હશેકે વિસ વિસ કિલોમીટર ચાલીને પણ અરજણબાપા ભજન માં પહોચ્યા ના દાખલા એમની સાથે વાયકમાં જતા એમની મંડળીના સભ્યો એ જોયા હોવાનું યાદ કરે છે. એમાંય ખાસ કરીને શંભુવન બાવાજી તો અરજણભગત ને શાંભળી નેજ ભજન ગાતા શીખ્યા એનુ ગૌરવ લઈ કહેછે કે પ્રાથળ વિસ્તાર માંથી દેશી સંતવાણી ના મર્મી ગાયકની વિદાય થી, વિસ્તાર અને ભજન બને ને અરજણભગત ની ખોટ સાલસે, તો બાલાસર ગામની ભજન મંડળીના અન્ય સભ્યો સાથે સેજાભાઈ કાગે પણ આ ગરવા ગાયક ની વિદાય થી ગ્રામીણ ભજન ક્ષેત્રે મોટી ખોટ પડ્યા નો વસવસો વ્યક્ત કરવા સાથે અરજણબાપા ને અંજલી અર્પી હતી.

      આ બાબતે બાલાસર ગામના સરપંચ દાનાભાઈ કાગે જણાવ્યું હતું કે બાલાસર ગામની ત્રણ ત્રણ પેઢી ઓ જેના ભજન શાંભળીને મોટી થઈ છે એવા અરજણબાપા ના નીધન થી બાલાસર ગામને જે ખોટ પડી છે એની ભરપાઈ અશક્ય છે એવું ભારે હૈયે જણાવ્યું હતું, તો સમગ્ર રાજપુત સમાજ માં અરજણભગત ના નીધન થી શોકનું મોજું ફરી વળ્યું છે.

રાપર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..