Back

હાલોલ.મહેમાન બનીને આવેલા યુવકની લાશ મળતા ચકચાર

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી






હાલોલ તાલુકાના વરસડા ગામ ખાતે પોતાના સંબંધીને ઘરે મહેમાન બનીને આવેલા 35 વર્ષીય યુવાનની લાશ વરસડા ગામ ખાતે આવેલ વજેરી તળાવની પાળ નીચેથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી બનાવ સંદર્ભે હાલોલ રૂરલ પોલીસે ગુનો નોંધી ક્યાં કારણોસર મોત થયું હોવા અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

    પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના વરસડા ગામ ખાતે વણકર વાસમાં રહેતા શૈલેષભાઇ હીરાભાઈ વણકરના ઘરે ગત તા.15/07/19ના બપોરના સુમારે તેમનો ફોઈનો છોકરો રમેશભાઈ પૂંજાભાઈ વણકર ઉ.વર્ષ.35 મહેમાન બનીને આવ્યો હતો જેમાં  એક રાત રોકાણ કરી બીજા દિવસે હાલોલ તાલુકાના તાજપુરા ખાતે ગુરુ પૂર્ણિમા હોવાથી દર્શન કરવા ગયો હતો જે બાદ પરત 17/07/19 ના રોજ સવારે પરત વરસડા શૈલેશભાઇના ઘરે આવ્યો હતો જેમાં શૈલેશભાઈને નોકરી અર્થે જવાનું હોઇ રમેશને પોતાના ઘરે મૂકી નોકરી પર ચાલ્યા ગયા હતા જેમાં રમેશ 9-30 વાગ્યાની આસપાસ ત્યાંથી નીકળી ગયો હતો જે બાદ સાંજના પાંચેક વાગ્યાના સુમારે શૈલેષભાઈ ને ફોનથી જાણ થઈ હતી કે તમારો ફોઈનો છોકરો રમેશ વરસડા ખાતે આવેલ વજેરી તળાવની પાળ નીચે પડેલ છે જે અંગેની જાણ થતાં શૈલેષભાઈ તાબડતોડ ઘટના સ્થળે પોતાના સંબંધીઓ તેમજ ગામના લોકો સાથે પહોંચ્યા હતા જ્યાં જઇ જોતા રમેશ વજેરી તળાવની પાળ નીચે અગમ્ય કારણોસર મરણ ગયેલ હાલતમાં પડેલ હતો વરસડા ખાતે પોતાના સંબધી ને ત્યાં મહેમાન બની ને આવેલા યુવાનની લાશ મળી હોવાની  જાણ ખોબલા જેવડા વરસડા ગામમાં થતા ચકચાર મચી ગઇ હતી.

  બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસ મથકે જાણ કરાતા પોલિસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી અગમ્ય કારણોસર મરણજનાર રમેશના મોત અંગે ગુનો નોંધી ક્યાં કારણોસર મોત થયું હોવા અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી રમેશના મૂર્તદેહ ને પી.એમ.માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..