Back

જંબુસર નગર પાલિકા ઉપપ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આપવામાં આવતા પાલિકાના રાજકારણમાં ગરમાવો

સદસ્ય સહિત ભાઈ કાળુભાઈ મલેક સહિત નવ સભ્યોની સહી થી નગર પાલિકા ઉપપ્રમુખ રુકસાના બાનો હાસમભાઇ સૈયદ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરતાં જંબુસરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
જંબુસર નગરપાલિકાના સત્તાધારી ભાજપ પક્ષના છ સભ્યો તથા વિરોધ પક્ષના ૧૩ સભ્યો મળી કુલ ૧૯ સભ્યોએ અગાઉ પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસ નો પ્રસ્તાવ રજૂ કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો જંબુસર નગરપાલિકા વારંવાર વિવાદોના વમળમાં આવતી હોય છે ત્યારે ફરી એકવાર જંબુસર નગરપાલિકાના ઉપપ્રમુખ રુકસાના બાનો સૈયદ વિરુદ્ધ પાલિકા સદસ્ય શહીદ ભાઈ કાલુભાઈ મલેક સહિત આઠ સભ્યો મળી કુલ નવ સભ્યોની સહી થી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી જેમાં દરખાસ્ત શહીદ ભાઈ મલેક દ્વારા કરવામાં આવી છે જ્યારે કાદર બેગ ઈમામ બેગ મીરજા એ ટેકો આપ્યો જેમાં કુલ નવ સભ્યોની સંયુક્ત સહીથી ઉપપ્રમુખ વિરૂદ્ધ મ્યુનિસિપલ એક્ટ ની કલમ ૩૬/૧/૨/૩ હેઠળ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરતા જંબુસરના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અવિશ્વાસ દરખાસ્ત ના કારણોમાં (૧) મ્યુનિસિપલ એક્ટ ની કલમ અને જોગવાઈ મુજબ જે ઉપપ્રમુખને મળેલ સત્તાઓ માં તેના પાલનમાં ઉપપ્રમુખ અસક્ષમ છે તેમજ વહીવટમાં તેમની કોઈ પણ જાતની સમજ નથી જે જંબુસર નગર પાલિકાના વહીવટમાં નુકસાન રૂપ સાબિત થાય છે.(૨) જેના કારણે જંબુસર નગરપાલિકાના આર્થિક હિત ને નુકસાન થાય છે અને લોકોની સુખાકારી માટેના કાર્યો થઇ શકતા નથી જે કારણોને લઇ મ્યુનિસિપાલિટી એક્ટની કલમ હેઠળ સમયમર્યાદામાં મિટિંગ બોલાવવા માગણી કરી છે.
જોવાનું એ રહુ કે આવુંજ ચાલતું રહયુ તો જંબુસર ના વિકાસ નું છુ? જંબુસર શહેર નાં રસ્તા ઓ ની હાલત જોવા જેવી ટંકારી ભાગોળ લઈને ડેપો વિસ્તારના રસ્તા બિસ્માર હાલતમાં છે શહેર નાં લોકો હાલાકી સામનો કરવો પડી રહ્યો છે એક બાજુ મીથા પાણીની હાલાકી બીજી બાજુ રસ્તા ની હાલાકીનો સામનો કરેછે આવુંજ ચાલતું રહયુ જંબુસર વિકાસ નુ છુ? એ મોટો સવાલ છે

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..