Back

કાલોલ તાલુકામાં વરસાદ ખેંચાતા જગતનો તાત મુંઝવણમાં વાવેતર સૂકાઈ જવાનો ભય.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા





કાલોલ તાલુકામાં ચોમાસા ની શરૂઆત માં વાવણી લાયક વરસાદ થતા ખેડુતો એ ખેતરમાં મગફળી,તુવેર,મકાઈ, કપાસ, તલ,અળદ જેવા મોંઘાભાવના બિયારણખરીદ કરી વાવેતર કર્યુ છે.પરંતુ વાવેતર બાદ વરસાદ ખેંચાતા જગતનો તાત મુંઝવણમાં મુકાઇ ચુકયો છે અને વાવેતર સુકાઇ જવાનો ભય સેવાઇરહયો છે.કાલોલમાં આજે ઘણાં દિવસસુધી વરસાદ ન આવતા જગતનો તાત લાખો રૂપિયા ખર્ચીને બિયારણ ખાતરનું વાવેતર કર્યુ છે તે નિષ્ફળ જવાની તૈયારી માંહોવાથી તાલુકા ભરના ખેડુત વર્ગ વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યો છે.કેટલાક વિસ્તારો વરસાદ આધારીત ખેતી  હોવાથી ચોમાસાની ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા ખેત મજુરોની હાલત દયાજનક થઇ જવા પામી છે.બીજી તરફ વરસાદ ન થતા શહેરમાં વેપારી વર્ગમાં ધંધા-રોજગાર પર માઠી અસર જોવા મળી રહી છે.હાલમાં ચોમાસામાં પણ ઉનાળાની જેમ ગરમી નું પ્રમાણ હોવાથી લોકો એ સી નો ઉપયોગ કરતા જોવા મળે છે.  અષાઢ મહિનામાં વરસાદ સારો એવો પડતો હોય છે પરંતુ ગૌરી વ્રત પૂરું થવાં છતાં પણ ચોમાસા જેવું કઈ લાગતું જ ન હોય ખેડૂતો ની મુંજવણ માં વધારો થયો છે.ત્યારે ખેડૂતો સાથે લોકો પણ મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..