Back

રાજુલા ના સમસ્ત મુસ્લિમો કરશે વરસાદ માટે પ્રાર્થના

સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા માટે ખાસ એલાન


અસ્સલામુ વ અલઈકુમ

 

સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલાને ખાસ જણાવવાનું કે આવતી કાલે તારીખ ૧૯/૦૭/૨૦૧૯ ને શુક્રવાર 【જુમ્મા】 ના દિવસે જુમ્માની નમાઝ બાદ ગેબનશા પીરની દરગાજ પાસે સમસ્ત મુસ્લિમ સમાજના લોકોએ એકઠા થવાનું છે. હાલ ચોમાસામાં વરસાદ ખેંચાતા લોકોને ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે બધા જાણે જ છે કે જો વરસાદ નહિ પડે તો ફક્ત ખેડૂતો જ નહીં પણ ધંધાર્થી તથા નોકરિયાત વર્ગને પણ અસર કરશે. વરસાદ નો પડવાને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય શકે છે. આ આફત માંથી ફક્ત અલ્લાહ જ આપણને સૌને બચાવી શકે છે. જ્યારે ગામે ગામ મુસ્લિમ સમાજ ભેગા મળીને અલ્લાહ પાસે દુવા કરી રહ્યા છે તો આ નેક કામમાં આપણે પણ સૌ સમસ્ત મુસ્લિમ સમાજ ભેગા મળીને અલ્લાહ ને દુવા કરીએ વરસાદ માટે. તો રાજુલા શહેરના સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખશ્રીઓ આગેવાનો વડીલો અને મુસ્લિમ બિરદારોને ખાસ અપીલ છે કે આપણે સૌ ભેગા મળીને અલ્લાહ પાસે દુવા કરીએ જેથી કરીને અલ્લાહ આપણને સૌને આ મુસીબત માંથી બચાવી શકે. 

આવતી કાલે જુમ્માની નમાઝમાં એલાન કરાવીને બધા મુસ્લિમ બિરાદરોએ ભેગા થવાનું છે અને સાથે મળીને કબ્રસ્તાને જઈ ને દુવા કરવાની છે.


નોંધ:- રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજના તમામ પ્રમુખઓ અને આગેવાનશ્રીઓ તથા વડીલોને નમ્ર અપીલ છે કે બધા વડીલો હાજર રહે અને પોતપોતાના સમાજના લોકોને જાણ કરશો અને આવવા માટે કહેશો.  


જુમ્માની નમાઝમાં એલાન કરવી દેવું અને લોકોને નમાજ માંથી સીધા ત્યાં પહોંચી જાવા માટે કહેવું.


ભેગા થવાનું સ્થળ:-ગેબનશા પીરની દરગાહ પાસે આગરિયા જકાત નાકા રાજુલા. ત્યાંથી કબ્રસ્તાન સુધી જવાનું છે અને ત્યાં સમસ્ત મુસ્લિમ સમાજે ભેગા મળી અલ્લાહ પાસે દુવા કરવાની છે.


તારીખ:- ૧૯/૦૭/૨૦૧૯

શુક્રવાર (જુમ્મા)


સમય:- જુમ્માની નમાઝ બાદ તુરંત જ ભેગા થવાનું છે


               એક્ટિવ ઇસ્લામિક યુથ

સમસ્ત મુસ્લિમ સમાજ યુવા સંગઠન રાજુલા


આ મેસેજને તમામ મુસ્લિમ ગ્રુપમાં શેર કરજો તમામ મુસ્લિમ બિરાદરો સુધી પહોંચાડવા વિનંતી.


રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..