Back

પંચમહાલ.ગોધરાના આ મુસ્લિમ શિક્ષકે દલિત યુવતીની સગાઇ કરાવી કોમી એકતાની અનોખી મિશાલ કાયમ કરી

પંચમહાલ. ગોધરા

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢી






પંચમહાલ જિલ્લાના ગોધરામાં પિતાની છત ગુમાવનાર હિન્દૂ યુવતીની સગાઈ મુસ્લિમ શિક્ષકે હર્ષોલ્લાસ સાથે કરી કોમી એકતાની અનોખી મિશાલ આપી.

               પ્રાપ્ત વિગતો અનુસાર માનવતાથી મોટો કોઇ ધર્મ નથી આજે માનવી ઘાર્મિક લડાઇમાં થી ઉંચો નથી આવતો ત્યારે ગોધરા શહેરના સાધારણ મુસ્લિમ સમાજનો શિક્ષક ઇમરાન સાહેબે ઘર્મની વાડાબંઘીને હટાવીને જ્ઞાતિ - જાતિના સમીકરણો પર પૂર્ણવિરામ મુકીને સદ્ ભાવના મિશન કલાસ બહારપુરામા 10 માં ઘોરણમા અભ્યાસ કરતી એક દલિત પરિવારની કન્યા સ્વ. સોલંકી રમેશભાઇની દિકરી સોલંકી અંજલિની સગાઇ પૂર્વ વિધાર્થી સચિન ઉર્ફે અંકિત સાથે ગત તારીખ. 14/7/2019 રવિવારના રોજ ડૉ.ભીમરાવ આંબેડકર હોલ ખાતે કરવામા આવી હતી. ઇમરાન સાહેબે સાચા અર્થમા કોમી એખલાસનુ અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. આ  દલિત સમાજની કન્યા ઇમરાન સાહેબના જ હાથ નીચે હાલ શિક્ષણ પ્રાપ્ત કરે છે આમ તો ગુરુને દક્ષિણા તેનો શિષ્ય આપતો હોય છે પણ અહી તો ગુરુએ પોતાની જ વિધાર્થીનીના સગાઇ રૂપી દક્ષિણા ભેટ આપી  આ ઇમરાન સાહેબના કાર્યોને હરકોઇ સમગ્ર  મુસ્લિમ સમાજ અને સમગ્ર વાલ્મીકિ સમાજ તેમજ હિન્દુ સમાજના આગેવાનોએ પણ બિરદાવ્યુ છે. તો ઇમરાન સાહેબ 160 થી પણ વઘુ બાળકોને મફત શિક્ષણ બહારપૂરા રામજી મંદિરમા આપે છે. આ વિસ્તારમા દરેક સામાજિક અને સાંસ્કૃતિક, ઘાર્મિક પ્રસંગોમા કોઇપણ નાત- જાતનો ભેદભાવ રાખ્યા વગર પોતાની સામાજિક સેવાઓ પ્રદાન કરી રહ્યા બદલ તમામ વાલ્મીકિ સમાજે બાળકોએ સાથી મિત્રોએ હર કોઈએ આ સેવાને બિરદાવ્યુ છે સાચા અર્થમા કહીએ તો " શિક્ષક કભી સાધારણ નહી હોતા માનવતા સે બડા ધર્મ નહી હોતા " ઉક્તિને સાર્થક કરી બતાવી હતી.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..