Back

રાજુલા માં નવા નિમાયેલા પોલીસ અધિકારી નો સપાટો

રાજુલા પોલીસ સ્ટેશનના  વિસ્તારમાથી કુલ-૧૧ તલવારો સાથે આરોપી ને પકડી પાડતી રાજુલા પોલીસ.

 

 અમરેલી પોલીસ અધિક્ષક શ્રી, નિર્લીપ્ત રાય સાહેબ- અમરેલી નાઓએ જીલ્લામાંથી ગેર કાયદેસર પ્રવુતિ ડામવા અને આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જેથી સા.કુંડલા ડીવીઝન ના.પો.અધિ. શ્રી કે.જે.ચૌધરી સાહેબ,નાઓની માર્ગદર્શનથી રાજુલા પોલીસ સ્ટેશન ના ઇ.ચા પોલીસ ઇન્સ. શ્રી એ.પી.ડોડીયા તથા પોલીસ સબ ઇન્સ. શ્રી જી.જી.જાડેજા તથા પોલીસ સ્ટાફ સાથે રાજુલા ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન આરોપી જસબીરસિંધ ત્રિલોકસિંધ બાવરી ઉવ. ૩૧ ધંધો મજુરી રહે રાજુલા, મફતપરા વડલી રોડ, જી.અમરેલી વાળો પોતાના કબજામાં તલાવર નંગ-૧૧ કિ.રૂ ૧૧૦૦/- સાથે પકડાયેલ હોય, જેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

ઉપરોકત કામગીરીમાં રાજુલા પોલીસ સ્ટેશન ના ઇ.ચા પોલીસ ઇન્સ. શ્રી એ.પી.ડોડીયા તથા પોલીસ સબ ઇન્સ. શ્રી જી.જી.જાડેજા તથા અના.હેડકોન્સ. ધનસુખભાઇ ઠાકરશીભાઇ તથા હેડ કોન્સ. મગનભાઇ કાળુભાઇ તથા હેડ કોન્સ. બહાદુરભાઇ દાનાભાઇ પો.કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ તથા પો.કોન્સ. હરપાલસિંહ ગજરાજસિંહ તથા પો.કોન્સ. ઘનશ્યામભાઇ ભગવાનભાઇ તથા ડ્રા.હેડ કોન્સ. શૈલેષગીરી વિગેરે સ્ટાફના માણસો એ કરેલ છે.

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..