Back

ઓમ ઇન્ટરનેશનલ વિદ્યા સંકુલ-કુંભારીયામાં વિવિધ કાર્યક્રમ યોજાયા

ઓમ ઇન્ટરનેશનલ વિદ્યા સંકુલ-કુંભારીયામાં ગાયન કેશન ગુથન, મહેંદી મુકવાની સ્પર્ધાઓ યોજાયી.

    

નાના એવા ગામમાં મોટું નામ 

જેવું નામ એવુંજ કામ   

શનિવાર એટલે કલા વંદનાનો શનિવાર. શનિવારે ઓમ ઇન્ટરનેશનલ વિદ્યા સંકુલ માં કૈંક નવું કરવું જેનાં ભાગરૂપે  આજે આશાળામાં વિવિધ સ્પર્ધાઓ દ્રારા વિદ્યાર્થીની કલા પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં  બાળકો દવરા ભજન,દુહા છંદમાં બાળકોની પ્રસ્તુતી ખૂબ જ પ્રશંસનીય રહી હતી.મહેંદી મુકવાની કલા,હેર સ્ટાઇલ દ્રારા કેશ સુશોભનની કલા વિકસી તેવું કહી શકાય છે.નાનકડાં એવાં કુંભારીયા ગામમાં શિક્ષણની સાથે સાથે સંસ્કાર તથા કલા વિકસાવવાનું કામ  એટલે કુંભરીયા ની ઓમ ઇન્ટરનેશનલ વિદ્યા સંકુલ દ્રારા થઈ રહ્યુ છે. દરેક વાર તહેવારે બાળક ને નવું શીખવાડવાનું કામ આ શાળા કરી રહી છે

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..