Back

નેશનલ હાઇવે ઓથોરેટી ઓફ ઈન્ડિયા સાથે સાંસદ વિનોદભાઇ ચાવડાએ સમીક્ષા બેઠક યોજી.

રાષ્ટ્રીય અને રાજય ધોરી માર્ગ ઉપર આવેલ તમામ ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકોને ઉદ્દભવતી સમસ્યાઓના નિરાકરણ માટે નેશનલ હાઇવે ઓથોરેટી ઓફ ઈન્ડિયા સાથે સાંસદ વિનોદભાઇ ચાવડાએ સમીક્ષા બેઠક યોજી.  

મુખ્યત્વે કચ્છ જિલ્લાના સુરજબારી – સામખિયારી અને મોખા ટોલ પ્લાઝા ઉપર ટ્રાફિક સમસ્યા, ઘણી વખત ટોલ પ્લાઝાના સ્ટાફ દ્વારા ઉદંડ વ્યવહાર, ઈમરજન્સી ટોલ ફ્રી નંબર ટોલ પ્લાઝા ઉપર દર્શાવવાનો અભાવ રહિત રાજમાર્ગ સુધારા સંબધિત પ્રશ્નો સંદર્ભે આજે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકારણ (NHAI) ના પ્રોજેક્ટર ડિરેકટર સબંધિત ટોલ પ્લાઝાના જવાબદાર આધિકાર સાથે લોકોને – વાહન ચાલકોને ઉદભવતી હાલાકી બાબતે સમિક્ષા બેઠક યોજી ૧૫ દિવસમાં બધીજ સમસ્યાઓનો નિરાકરણ થાય માટે તાકીદ કરી હતી.

સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, ટોલ બુથના બધા સ્ટાફ તાલીમ બધ્ધ રાખવા સાથે સાર્વજનિક અને વી.આઈ.પી.ઓ. સાથે સ્ટાફ નો સહકાર યુક્ત વર્તન જરૂરી છે. દરેક ટોલ નાકે એમ્બ્યુલન્સ, ક્રેન ની સુવિધા ઈમરજન્સી ટોલ ફ્રી નંબર દર્શાવવા અને દરેક ટોલ પ્લાઝા ઉપર જવાબદાર અધિકારીઓ ચોવીસ કલાક ઉપલબ્ધ રહે તેવી રજૂઆત કરી હતી. ત્યારે નેશનલ હાઇવે ઓથોરેટી ના પ્રોજેકટ ડિરેકટર પી.કે. સિંહ મેનેજર વિકાસ મિતલ, ડી. મેનેજર પવન ગુરવે ઉપસ્થિત રહ્યા હતા.  

ઉપરોક્ત સમસ્યાઓના નિરાકરણ માટે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)  ના આર.ઓ. આશુતોષ ગૌતમ સાથે ગાંધીનગર ટેલિફોનિક વાતચીત કરી ટોલબુથ, રોડ રસ્તા સુધારણા, વપરાશ કરતાં વાહન ચાલકો અને જનતા ને પડતી અગવડતાઓ ના સંદર્ભે ચર્ચા કરી હતી. આર.ઓ. તરફ થી પણ પંદર દિવસમાં ટોલ પ્લાઝા માં જનતા ને પડતી તકલીફોના સુધારણા ની ખાત્રી આપવામાં આવી હતી.

વધુમાં સાંસદે જણાવ્યુ હતું કે ગળપાદર, ખેડોઈ, મોખા સર્વિસ રોડ, વીડી અને જબલપુર મધ્યે ચાલતા રોડ અને બ્રિજ માટે નવી એજન્સી માટે ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલે છે. પડાણા બ્રિઝ ની કામગીરી પુરજોશ માં ચાલે છે. નંદગામ – ભીમાસર – ભુજ ને.હા. ૩૪૧ કોન્ટ્રાકટર મેસર્સ સદભાવે ટર્મિનેટ કરવા  દરખાસ્ત કરેલ છે. આ પ્રોજેકટ હાલે સ્થાયી છે.

સમસ્ત ચર્ચા દરમ્યાન સૂરજબારી ટોલપ્લાઝા મે.જી.ટી.પી. એલ. શેખ ખાન મી. પ્રદીપસિંહ રાણા, ઉતમસિંગ, સામખીયાલી ટોલ પ્લાઝાના મે. એલ. એંન્ડ ટી. એસ. જી.ટી. એલ. ભુષણ કુમાર તેમજ મોખા ટોલ પ્લાઝા ના મે. કોરલ એસોસિયેટ્સ રાજ આહીર ઉપસ્થિત રહી ટોલબુથ પરની સમસ્યાઓના નિરાકરણ માટે ચર્ચામાં ભાગ લઈ નોંધ લીધી હતી. તેમ ચાવડાએ જણાવતા કહ્યું હતું કે, હવેથી દર ત્રણ માસે ટોલપ્લાઝા સંચાલકો તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજવાનું નક્કી કરેલ છે.