Back

ફોટોગ્રાફી અને પાર્લર ચલાવતા પિતાના પુત્રએ મેડિકલક્ષેત્ર માં એડમીશન મેળવી પિતાનું નામ રોશન કર્યું.

પાટણના ફોટોગ્રાફરના પૂત્રને એમ.બી.બી.એસ.માં એડમીશન મળતાં એકતા ફોટોગ્રાફર મિત્ર મંડળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ફોટોગ્રાફી અને દૂધનું પાર્લર ચલાવતા પિતાના પૂત્રએ નામ રોશન કર્યું 

પાટણ, રાજનગર સોસાયટીમાં રહેતા, ફોટોગ્રાફી અને દુધનું પાર્લર ચલાવી ગુજરાન ચલાવતા  જીતેન્દ્રભાઇ સેવેતીયાના પૂત્ર દિવ્ય સેવેતીયાએ નીટ ની પરીક્ષાના પ્રથમ રાઉન્ડમાં ૩૮૧ માર્કસ મેળવી એમ.બી.બી.એસ. જેવા ઊંચા અભ્યાસ કરવા મણીનગર મેડીકલ કોલેજ અમદાવાદ ખાતે એડમીશન મેળવી સમાજમાં નામ રોશન કર્યું છે. 

પાટણના એકતા ફોટોગ્રાફર મિત્ર મંડળ દ્વારા બુકે અને મોમેન્ટો આપી દિવ્ય સેવેતીયાને શુભેચ્છા પાઠવી હતી.. જેમાં મંડળના પ્રમુખશ્રી, હર્ષદભાઇ પરમાર, સંજય રાવત, જીગર જોષી, કિરીટ પરમાર, હર્ષ, હિતેશ, યાજ્ઞિક સહિત મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.  

પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..