Back

હાલોલ રૂરલ પોલીસે મોટરસાઇકલ ચોરી કરતી ત્રીપૂટી ગેંગને ઝડપી પાડી

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી





હાલોલ રૂરલ પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી મોટર સાઈકલોની ઉઠાંતરી કરતી ચોર ગેંગને ઝડપી પાડી હતી જેમાં ચાર મોટર સાઇકલ અંદાજે કિંમત ૧,૧૦,૦૦૦/-  સહિત ત્રણ મોટર સાઇકલ ચોર ને ઝડપી પાડી હાલોલ શહેરમાંથી ચોરાયેલી મોટર સાઈકલો નો ભેદ ઉકેલ્યો હતો.

       પોલીસ  સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ રૂરલ પોલીસ મથક ના પી આઈ એમ ઝેડ પટેલ ને પાક્કી બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના તરખંડા ગામનો જસપાલ ઉર્ફે કાળિયો ગોપાલભાઈ પરમાર ઉમર વર્ષ 20 ના ઓ એક અન્ય ઈસમ સાથે આગળ પાછળ નંબર પ્લેટ વગરની ચોરેલી મોટર સાઇકલ લઈ  હાલોલ તરફ આવી રહયો છે બાતમી ના આધારે પોલીસે અરાદ રોડ ખાતે આવેલ બીલીયાપુરા ત્રણ રસ્તા પાસે વોચ રાખી ઉભા હતા તે  દરમ્યાન બાતમી વાળી મોટર સાઇકલ લઈને આવેલ બંને ઈસમને રોકી તેનું નામ ઠામ પુછાતા ચાલકે જસપાલ ઉર્ફે કાળીઓ  ગોપાલભાઈ પરમાર ઉમર વર્ષ 20 રહે,તરખંડા ઢાળ વાળું ફળિયું  તથા પાછળ બેઠેલા ઈસમે વિપુલ પ્રવિણસિંહ જાદવ ઉ.વ.18 રહે.વડવાળું ફળિયું  અડાદરા તા. કાલોલ ના ઓ બતાવ્યું હતું શંકાસ્પદ મોટર સાઇકલ લઈને આવેલા  જસપાલને મોટર સાઇકલ બાબતે પૂછપરછ કરતા તેઓ એ ગલ્લા તલ્લા કર્યા હતા જેથી પોલીસે એન્જીન તેમજ ચેચિસ નંબર ઉપર થી તપાસ કરતા બન્ને ઈસમો જૂઠ બોલતા હોવાનું જણાઈ આવતા તે મોટર સાઇકલ કબ્જે કરી વધુ પૂછપરછ કડકાઈ થી કરતા તે મોટર સાઇકલ  હાલોલ થી ચોરી કરેલ હોવાનું જણાવેલ આ ઉપરાંત અન્ય ત્રણ  મોટર સાઈકલો હાલોલ માંથી જુદાજુદા સમયે અને જુદી જુદી જગ્યાએથી ચોરી કરી તેના ઘરે સંતાડી રાખી હોવાનું જણાવતા પોલીસે ત્રણ મોટર સાઈકલો કબ્જે કરેલ તેમજ વધુ એક મોટર સાઇકલ જસપાલ પરમાર તેમજ તેના એક મિત્ર વિપુલ પ્રવિણસિંહ જાદવે ઘોઘંબા તાલુકાના લાલપરી ખાતે રહેતા  રાજેન્દ્ર ઉર્ફે ચકો ગણપતભાઈ પરમાર  ને એક મોટર સાઇકલ રૂ.૬,૫૦૦/- માં વેચ્યું હોવાનું જણાવતા રાજેન્દ્ર  ઉર્ફે ચકા પાસેથી બાઈક કબ્જે કરી હતી પોલીસે આ ત્રણેવ આરોપી ઓ ની ધરપકડ કરી ચાર મોટર સાઈકલ અંદાજે કિંમત  રૂ.૧,૧૦,૦૦૦/- નો મુદ્દામાલ  કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

       આ ચાર મોટર સાઇકલ હાલોલ શહેરમાંથી ચોરી થઇ હોવા અંગેની ફરિયાદ  હાલોલ શહેર પોલીસ મથકે નોંધાઇ હતી જેમાં ઉપરોક્ત ચાર  ચોરીની મોટર સાઇકલ તેમજ મોટર સાઇકલ ની ઉઠાંતરી કરતી ગેંગને  બાતમીના આધારે વોચ ગોઠવી ઝડપી પાડવામાં હાલોલ તાલુકા પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..